મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત: બંધુનગર પાસે બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત, માતા-પુત્રને ઇજા


SHARE







વાંકાનેર નજીક અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત: બંધુનગર પાસે બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત, માતા-પુત્રને ઇજા

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના પાટીયા પાસેથી મહિલા સહિત બે વ્યક્તિઓ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કુલ સ્પીડમાં આવેલ ટ્રક ચાલકે એક વ્યક્તિને હડફેટે લેતા તેનું ગંભીર ઈજા થવાના કારણે મોત નીપજયું હતું જે બનાવમાં અકસ્માત સમયે ત્યાં હાજર રહેલ મહિલાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં સોમનાથ હોટલની સામે ખરાબમાં રહેતા ધનુબેન ભીખાભાઈ બારૈયા જાતે આદિવાસી (50) નામના આધેડ મહિલાએ અજાણ્યા ટ્રક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તે અને દિનેશભાઈ (37) બને ચાલીને મેસરિયા ગામના પાટીયા પાસેથી ભલગામ તરફ જવાના રસ્તા ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન વાંકાનેર બાજુથી ફૂલ સ્પીડમાં આવેલા ટ્રક ચાલકે દિનેશભાઈને અડફેટ લેતા તેને માથા, પગ અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું. હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં ઘટના સ્થળે હાજર રહેલા મહિલાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં જિલ્લા સેવાસદનની પાછળના ભાગમાં આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા ઉષાબેન ભુપતભાઈ વારણેસીયા જાતે પ્રજાપતિ (43)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 12 એયું 7033 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામની સીમમાં ચામુંડા હોટલ સામેથી હાઇવે રોડ ઉપરથી તેઓ તેના દીકરા ધ્રુવના બાઇક નંબર જીજે 36 કે 2506 માં બેસીને કારખાનેથી ઘરે આવતા હતા દરમિયાન ટ્રક ચાલકે તેઓના બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો તેમાં ફરિયાદી અને તેના દીકરાને ઇજાઓ થઈ હતી. અને ત્યારે ધ્રુવને જમણા પગના સાથળના ભાગે ફેકચર જેવી ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા. અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક રોડ સાઈડમાં તેનું વાહન મૂકીને નાસી ગયો હતો. જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News