મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મારી દીકરીને તમારો દીકરો ભગાડી ગયેલ છે તેવું કહીને યુવાનના ભાઈ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE





વાંકાનેરમાં મારી દીકરીને તમારો દીકરો ભગાડી ગયેલ છે તેવું કહીને યુવાનના ભાઈ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેરમાં આવેલ હરિ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે આવીને મારી દીકરીને તમારો દીકરો ભગાડી ગયેલ છે તેવું કહીને યુવાનના ભાઈ અને તેના પડોશીને દીકરીના પિતાએ જેમ ફાવે તેમ ગાળો આપીને ઢિકાપાટુનો તેમજ લાકડાના બેટ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવે છે અને હાલમાં તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ હરિ પાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ રમેશભાઈ જોલાપરા જાતે કોળી (24)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ વસિયાણી રહે. લુણસર તાલુકો વાંકાનેર તથા તેની સાથે આવેલા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી સંજયભાઈ સહિતનાઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીના પિતાને બોલાવીને કહ્યું હતું કે મારી દીકરીને તમારો દીકરો વિશાલ ભગાડી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા તેઓની પાડોશમાં રહેતા રવિભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના બેટ વડે ફરિયાદીને ડાબા પગના નળાના ભાગે માર મારીને ઇજા કરી હતી અને અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ફરિયાદી અને સાહેબને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ત્રણ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઈડીસીના નાકા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જે અકસ્માતના બનાવમાં જગદીશભાઈ દામોદરભાઈ કટારીયા (67) રહે. મોરબી વાળાને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે




Latest News