મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

સોશ્યલ મીડિયાએ ભારે કરી: હળવદમાં રહેતી યુવતીને તેની સાથે પતિની જેમ રહેતા શખ્સે આપી માર નાખવાની ધમકી


SHARE











સોશ્યલ મીડિયાએ ભારે કરી: હળવદમાં રહેતી યુવતીને તેની સાથે પતિની જેમ રહેતા શખ્સે આપી માર નાખવાની ધમકી

સોશયલ મીડિયાના યુગમાં ઓનલાઈન ચેટિંગ બાદ ઘણા યુવક યુવતીઓ ભાગીને પ્રેમ લગ્ન કરી લેતા હોય છે અને ત્યાર બાદ વાસ્તવિક જીવનમાં ઓનલાઈનમા દેખાડેલ જાહોજલાલી કશું હોતું નથી. અને પછી ઝઘડા થતાં હોય છે આવો જ ઘાટ મોરબી જિલ્લાના હળવદ જોવા મળ્યો છે અને મૂળ છોટાઉદેપુરની યુવતીએ સોશિઅલ મીડિયાથી સંપર્કમાં આવેલા આગ્રાના શખ્સની સામે ભાગીને હળવદ આવી ગયેલ હતી અને ત્યાં સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતી હતો જો કે, યુવતીને સાથે નાની નાની બાબતોમાં અવારનવાર ઝઘડો કરીને મૂઢમાર મારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં યુવતીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીની સાથે પતિની જેમ રહેતા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજબીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીને હાલમાં હળવદમાં આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા જોત્સ્નાબેન ગમજીભાઈ રાઠવા જાતે અનુ. જન જાતિ (19) એ હાલમાં સોહેલ સરફુદ્દીન અબ્બાસ રહે. હાલ સિદ્ધિવિનાયક સોસાયટી હળવદ મૂળ રહે. શ્રીનગર ગલી આગ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી સાથે નાની નાની બાબતોમાં આરોપી અવારનવાર ઝઘડો કરીને મૂઢમાર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી કરીને ભોગ બનેલ યુવતી નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આ ગુનાની તપાસ કરી રહેલા હેડ કોન્સટેબલ એસ.ડી.સરૈયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કેમ ફરિયાદી અને આરોપી બંને સોશિઅલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા અને ત્યાર બાદ ફરિયાદી અને આરોપી બંને હળવદમાં આવીને પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા હતા જો કેકોઈ કારણોસર તેને આરોપી ઝઘડો કરીને મૂઢમાર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેથી કરીને હાલમાં યુવતીએ નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

વીજ શોક લગતા ભેંસનું મોત

મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતા ધર્મરાજસિંહ હરપાલસિંહ જાડેજા જાતે દરબાર (35)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જણાવ્યુ છે કે, વીરપરડા ગામે આવેલ સહકારી મંડળીની ઓફિસ પાસે આવેલ ટીસીના થાંભલા નજીકથી ભેંસ પસાર કરી હતી ત્યારે ભેંસને ઇલેક્ટ્રીક શોટ લાગતાં તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News