વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ગામે ઘરે બેભાન થઈ જતા સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત


SHARE





ટંકારાના કલ્યાણપર ગામે ઘરે બેભાન થઈ જતા સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા વૃદ્ધને ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતા રાજકોટ ખાતે સારવાર માટે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા મોહનભાઈ રણછોડભાઈ ડોબરીયા (70) પોતે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેઓને રાજકોટમાં આવેલ સિનર્જી હોસ્પિટલ ખાતે સારવાર માટે તા. 15/6 ના રોજ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તા. 21/6 ના રોજ તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગેની રાજકોટની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે. 

મારામારીમાં ઇજા

મોદીના વજેપર શેરી નં-14 માં રહેતા અલકાબેન સુભાષભાઈ વાઘેલા (37) ને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક યુનિટની પાછળના ભાગમાં આવેલ સોસાયટીમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.




Latest News