મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી : શેરીમાં બાળકોની બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ત્રણ મહિલા ઇજાગ્રસ્ત


SHARE







મોરબી : શેરીમાં બાળકોની બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ત્રણ મહિલા ઇજાગ્રસ્ત

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસે રહેતા બે પરિવારો વચ્ચે શેરીમાં બાળકોના રમવા બાબતે બોલાચાલી થયા બાદ સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જે અંગે પોલીસમાં જાણ થતા પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસે રહેતા દુર્ગાબેન મનસુખભાઈ ભલાણી (ઉમર ૧૫) અને તેમના બહેન હેતલબેન મનસુખભાઈ ભલાણી કોળી (ઉમર ૨૦) બંનેને સામેવાળા મનીષાબેન રમેશભાઈ સરવૈયા રહે.સેન્ટ મેરી સ્કૂલ પાસે નવલીખી રોડ વાળા સાથે બોલાચાલી ઝઘડો થયો હતો.બાદમાં બંને પક્ષોથી સામસામે જપાજપી અને ઢીકાપાટુની મારામારી થઈ હતી.જેથી ત્રણેયને સીવીલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી જેથી સ્ટાફના અશોકભાઈ સરદીયા તપાસ માટે પહોંચ્યા હતા.જેમાં સામે આવ્યું હતું કે શેરીમાં બાળકોને રમવા બાબતે પ્રથમ ઝઘડો શરૂ થયો હતો અને બાદમાં મોટાઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો.બાદમાં ઘર પાસેથી નીકળવા બાબતે બોલાચાલી થઈ હોય અને બાદમાં મારામારી થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા.

ફિનાઇલ પી જતાં સારવારમાં
મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી નજીક સ્પાર્ટન સિરામિક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા પુષ્પાબેન તાપોસ (38) નામની મહિલા યુનિટમાં હતી ત્યારે કોઈ કારણોસર તે ફિનાઈલ પી જતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવી હતી અને મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે

વૃદ્ધ સારવારમાં
મોરબીના બેલા ગામ નજીકથી બીમારી સબબ કિશોરભાઈ ગંગારામભાઈ (60) નામના વૃદ્ધને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એલ. બારૈયા દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે વૃદ્ધના કોઈ વાલી વારસ નથી

મહિલા સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં રહેતા ઇન્દુમતિબેન રાજેશભાઈ કમાડિયા (57) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે શેરી નં-10 પાસે સન પેલેસ એપાર્ટમેંટ નજીકથી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઇક સ્લીપ થતાં મહિલા રસ્તા ઉપર નીચે પટકાતા તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News