વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા અને મોરબીમાં જુગારની બે રેડ: સાત જુગારી પકડાયા


SHARE





ટંકારાના મિતાણા અને મોરબીમાં જુગારની બે રેડ: સાત જુગારી પકડાયા

ટંકારા તાલુકાના મીતાણા ગામે જુના પાણીના સંપ પાસે જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 11,200 ની રોકડ કબજે કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામ પાસે જુના પાણીના સંપ નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઈકબાલભાઈ જમાલભાઈ ઠેબા (42), હીરાભાઈ મેઘજીભાઈ પારઘી (65), ગોરધનભાઈ ગોવિંદભાઈ પારઘી (70), રહીમભાઈ ઓસમાણભાઈ રત્ના (45) રહે ચારેય મીતાણા તથા યોગેશભાઈ પ્રવીણભાઈ જોગેલ (27) રહે વીરવાવ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે આ શખ્સો પાસેથી 11,200 ની રોકડ કબજે કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જુગાર

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 2370 ની રોકડ કબજે કરી હતી અને આરોપી ઈસ્માઈલભાઈ કાદરભાઈ બલોચ (47) રહે નાની બજાર ભરવાડ શેરી મોરબી અને દિલીપભાઈ અમરશીભાઈ જાદવ (42) રહે સજનપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી તે બંનેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News