મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં મોબાઇલની દુકાનમાંથી ૨૦ મોબાઇલ સહિત અઢી લાખના મુદામાલની ચોરી


SHARE







હળવદમાં મોબાઇલની દુકાનમાંથી ૨૦ મોબાઇલ સહિત અઢી લાખના મુદામાલની ચોરી

હરેશભાઇ પરમાર દ્વારા, હળવદના બસ સ્ટેશન રોડ પર આવેલ જય મોગલ  મોબાઈલ નામની દુકાનનું તાળું તોડીને તસ્કરો દુકાનમાં ત્રાટકતા હતા અને ઓપો કંપનીના ૨૦ નંગ મોબાઈલ રોકડ રકમ ૫૦ હજાર મળીને કુલ ૨.૫૦ ની મતાની ચોરી કરી છે જેથી દુકાનદારે પોલીસ સ્ટેશને  ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે

હળવદ બસ સ્ટેશન રોડ ઉપર આવેલ  ડો‌. માલપરાના સામેના ખાંચામાં જય મોગલ મોબાઈલ નામની દુકાનમાં મંગળવારે સવારે દુકાન માલિક કિશોરભાઈ ચાવડા માલણીયાદ ગામેથી દુકાને આવ્યા ત્યારે  દુકાનના શટરનું તાળું તુટેલુ નજરે પડયુ હતું અને દુકાન માલિકે શટર ખોલતા ઓપો કંપનીના જુદા જુદા મોડલના મોબાઈલ નંગ ૨૦ તેમજ રોકડ રકમ ૫૦૦૦૦ મળીને કુલ રૂપિયા ૨.૫૦ લાખનો મુદ્દામાલને કોઈ અજાણ્યા તસ્કરો મોબાઇલની દુકાનમાં પ્રવેશ કરીને ચોરી કરી નાસી છૂટયા હતા હાલમાં દુકાન માલિક કિશોરભાઈ ચાવડાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે




Latest News