મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ૧૬૦૮ બોટલ દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, ૧૫.૦૨ લાખનો મુદામાલ જપ્ત


SHARE











વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી આઇસર ગાડી પસાર થતી હતી જેને રોકીને એલસીબીની ટીમ દ્વારા તલાસી લેવામાં આવતા આ આઇસર ગાડીમાંથી અંગ્રેજી દારૂની ૧૬૦૮ બોટલો મળી હતી જેથી પોલીસે ૪,૮૨,૪૦૦ નો દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ૧૫,૦૨,૪૦૦ ના મુદામાલ સાથે એક ઇસમને પકડીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને કુલ મળીને ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જીલ્લા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાની સુચના મુજબ પીએસઆઇ એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો કામગીરી કરતા હતા ત્યારે પૃથ્વિસિંહ જાડેજા તથા વિક્રમભાઇ કુંગસીયાને ખાનગીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી કોફી કલરના આઇસર કન્ટેનર નં એમએચ ૦૪ એફડી ૮૮૧૪ રાજકોટ તરફ આવનાર છે જેમા દારૂનો જથ્થો ભરેલ છે આ આઇસર વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલટેક્ષ પાસે હતુ જેને રોકી ચેક કરતા આઇસર ગાડીના કન્ટેનરમાં પ્લાસ્ટીકની વેસ્ટ રૂ ભરેલ ગાસડીઓની આડમાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી હાલમાં પોલીસે જુદીજુદી બ્રાન્ડની ૧૬૦૮ બોટલો, આઇસર ૧૦ લાખ અને રોકડા તેમજ પ્લાસ્ટીકની વેસ્ટ રૂ ભરેલ ગાસડીઓ નંગ -૨૮ મળી કુલ ૧૫,૦૨,૪૦૦ નો મુદામાલ કબજે કર્યો છે અને આઇસર ગાડીના ચાલક ચોખારામ તેજારામ અલશારામ ગોદારા જાતે જાટ (ઉ.વ. ૨૬) રહે.રામનગર, બાડમેર આગોર , તા.જી.બાડમેર વાળાને પકડેલ છે અને માલ મંગાવનાર તથા મોલ મોકલનાર ઉદયપુરના સોનુ વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, દિલીપભાઇ ચૌધરી, પુથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ લખધીરસિંહ ઝાલા, વિક્રમભાઇ કુગશીયા, ભરતભાઇ જીલરીયા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઇ મિયાત્રા, રણવીરસિંહ જાડેજા, સતીષભાઇ વામજા વિગેરેનાઓ કરેલ છે .






Latest News