મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપર-૨ માં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા


SHARE











વાંકાનેરના ધમલપર-૨ માં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા

વાંકાનેર તાલુકાના ધમલપર-૨ શેરી નં-૪ ખાતે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગાની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૧૫૦ ની રોકડ કબજે કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગાર દ્વારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના ધમાલપર-૨ શેરી નં-૪ ખાતે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિરાજભાઈ મનસુખભાઈ સેટાણીયા જાતે કોળી (૧૯)  અને  સાગરભાઇ જગદીશભાઈ સુરેલા જાતે કોળી (૨૦) રહે, બંને ધમાલપર-૨ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૧૫૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારી

મોરબી નજીકના પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્કમાં રહેતા મોહનકુમાર હરિભાઈ યાદવ (૨૬) નામના યુવાને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર શેરી નં-૩ માં રહેતા પ્રશાંત ચતુરભાઈ બાંભણીયા (૩૯) નામનો યુવાન બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી રસ્તા ઉપર નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર આપીને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી  કરેલ છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે






Latest News