મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદના ધનાળા પાસે કારનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત: ઘટના સીસીટીવીમાં કેદ


SHARE







હળવદના ધનાળા પાસે કારનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત: ઘટના સીસીટીવીમાં કેદ

મોરબી જીલ્લામાંથી પસાર થતાં માળીયા હળવદ હાઈવે રોડ ઉપર ધનાળા ગામના પાટીયા પાસે આવેલ પેટ્રોલપંપ સામેથી અમદાવાદ બાજુથી માળીયા તરફ એક ગાડી જઈ રહી હતી ત્યારે પુરપાટ જઈ રહેલ આ ગાડીનુ અચાનક ટાયર ફાટયુ હતું જેથી કરીને કાર ડિવાઈડર કૂદીને બીજી સાઈડમાં આવી ગયેલ હતી જો કે, સામેના રોડ ઉપર બીજું કોઈ વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટાળી હતી વધુમાં મળતી માહિતી મુજબ ધનાળાના પાટીયા પાસે પેટ્રોલપંપ સામે જે ઘટના બની હતી તે પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ હતી અને અમદાવાદથી માળીયા તરફ જતી આ કારમાં એક દર્દી અને તેના સગા બેઠેલા હતા જે લોકોનો આબાદ બચાવ થયો છે અત્રે ઉલેખનીય છે કે, કારના મહીલા ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ સમયસર મેળવી લીધો હતો જેથી કરીને મોટી જાનહાની સહેજમાં ટળી હતી.






Latest News