મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બની રહેલા પંચાસર-રવાપર રોડ ઉપર કામની સંપૂર્ણ વિગત સાથેના બોર્ડ મુકવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE







મોરબીમાં નવા બની રહેલા પંચાસર-રવાપર રોડ ઉપર કામની સંપૂર્ણ વિગત સાથેના બોર્ડ મુકવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી પાલીકા દ્વારા જુદાજુદા વિસ્તારમાં નવા રોડ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે પંચાસર રોડ અને રવાપર રોડનું કામ ચાલુ છે ત્યારે કેટલના ખર્ચે કામ કરવામાં આવે છે કોણ કામ કરી રહ્યું છે તે તમામ માહિતી સાથેના બોર્ડ સાઇટ મુકવા માટેની મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં પાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી છે કે, મોરબીમાં પંચાસર રોડ તથા રવાપર રોડનું કામ ચાલી રહયું છે. અને માર્ગ મકાન વિભાગના પરિપત્ર મુજબ એક કરોડથી વધુ રકમના કામમાં રોડ રસ્તા કે વિકાસના કામની વિગત દર્શાવતું બોર્ડ કામ ચાલુ હોય ત્યાં મુકવાનું હોય છે. પરંતુ પંચાસર રોડ અને રવાપર રોડ ઉપર આ બંને રોડની વિગત દર્શાવતા બોર્ડ મૂકવામાં આવેલ નથી જેથી કરીને તાત્કાલીક ધોરણે જાહેર જનતાને વાંચી શકાય તે રીતે બંને સાઈટ ઉપર રોડની વિગત દર્શાવતા બોર્ડ મુકવામાં આવે તેવી માંગ કરી છે અને કામ કરતી એજન્સી દ્વારા સાઈટ ઉપર પોતાના ઈજનેર રાખેલ છે કે કેમ ? તેની તપાસ કરવામાં આવે અને જો ન રાખેલ હોય તો તાત્કાલીક કામ ચાલુ હોય ત્યાં ઈજનેર મુકવા એજન્સીને સુચના આપવામાં આવે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માંગ કરી છે






Latest News