ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી: ખાનપરના વતની ક્રિશ ભીમાણી એ નીટમાં જ્વલંત સિદ્ધિ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું


SHARE







મોરબી: ખાનપરના વતની ક્રિશ ભીમાણી એ નીટમાં જ્વલંત સિદ્ધિ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું

ધો.૧૨ પછી મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નિટ ( નીટ  -નેશનલ એલિજીબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) નું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી તાલુકાના ખાનપર ગામના વતની ક્રિશ કલ્પેશભાઈ ભીમાણી એ ઝળહળતી સફળતા હાંસલ કરી છે. ક્રિશે ૭૨૦ માંથી ૫૮૦ સ્કોર પ્રાપ્ત કરી ભીમાણી પરિવાર તેમજ મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.સખત મહેનતથી નીટમાં સફળતા મેળવનાર ક્રિશ ભીમણી એ જણાવ્યું હતું કે, ૧૨ માં ધોરણીની સાથે સાથે ઓફલાઇન અને ઓનલાઇન અભ્યાસ કરી  નીટની તૈયારી કરી હતી. મારા માતા સોનલબેન અને પિતા કલ્પેશભાઈ તેમજ પરિવારના સાથ સહકારથી તેમજ વડીલોની પ્રેરણાથી મેં નાનપણથી જ મેડિકલ લાઇન લઈને ડોક્ટર બની લોકોની સેવા કરવાનું સપનુ સેવ્યું હતું. ક્રિશે વધુમાં જણાવે છે કે, નીટના જાહેર થયેલાં પરિણામમાં સારા માર્ક્સ આવતા હું અતિ આનંદની લાગણી અનુભવું છું. પરિવારના પ્રોત્સાહન અને રાતદિવસ તૈયારી માટેના સહકારના કારણે એમબીબીએસમાં પ્રવેશ લઇ તબીબ બનવાનું સ્વપ્ન હવે હું પૂર્ણ કરી શકીશ.ક્રિશના પિતા કલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ક્રિશ નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી છે. દિકરાને ઉચ્ચ અભ્યાસ કરાવી ડોક્ટર બનાવવાનું અમારૂં સ્વપ્ન હવે પૂર્ણ થશે. ક્રિશને દાદી અને દાદા અશોકભાઈ તેમજ પરિવારજનોએ જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેક્ષાઓ આપી છે.






Latest News