મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીની લાયોનેશ ક્લબ ઓફ ભારત દ્વારા સોમવારે વેસ્ટમાંથી બેસ્ટ કોમ્પીટીશન યોજાશે, રવિવારે રાહતદરે પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ


SHARE











મોરબીની લાયોનેશ ક્લબ ઓફ ભારત દ્વારા સોમવારે વેસ્ટમાંથી બેસ્ટ કોમ્પીટીશન યોજાશે

લાયોનેસ ક્લબ ઓફ ભારત મોરબી દ્વારા પાંચ જૂન પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓ માટે ઓપન મોરબી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું છે.અત્યારના સમય પ્રમાણે પર્યાવરણની જાળવણી અને સુરક્ષા કરવી તે દરેક નાગરિકની નૈતિક ફરજ છે.જેના અનુસંધાને આ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.વિજેતા બહેનોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.જેમાં બહેનોએ ઘરેથી જ પોતાની વસ્તુ લાવીને આપેલ સમય મુજબ જે તે સ્થળ ઉપર જ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની રહેશે.આ હરીફાઈમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી.પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવાના હોવાથી મોરબીના બહેનોએ સ્પર્ધામાં જોડાવા પોતાના નામ નોંધાવી લેવાના રહેશે.સ્પર્ધા આગામી તા.૧૦ ને સોમવારે બપોરે ૪ થી ૬ દરમિયાન..એ.કે.કોમ્યુનિટી હોલ છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ મોરબી ખાતે યોજાશે.રજીસ્ટ્રેશન માટે મયુરીબેન કોટેચા (મો.૯૨૭૫૯ ૫૧૯૫૪), પ્રીતિબેન દેસાઈ (મો.૯૩૨૮૯ ૭૦૪૯૯), મનીષાબેન ગણાત્રા (મો.૮૨૩૮૨ ૮૨૪૨૦) અથવા હીનાબેન પંડ્યા (મો.૯૯૭૮૯ ૨૮૯૯૯) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

નવરંગ નેચરલ ક્લબ દ્વારા રાહતદરે પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ

નવરંગ નેચરલ કલબ દ્વારા તા.૯ ને રવિવારે સવારે ૮ થી ૧ દરમિયાન મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત ભાવે વેચાણ કરવામાં આવશે.જેમાં દરેક જાતના ફૂલ-છોડના કલમી રોપા, અનેક પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથથી ખાંડેલા પાવડર ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ પાવડર, ચુર્ણ, ધુપ, અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા વિગેરે રાહત ભાવે મળશે.






Latest News