ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના પ્રાણ પ્રશ્નો ઉકેવા અને યોજનાઓની અમલવારી માટે પ્રભારી મંત્રીની હાજરીમાં બેઠક યોજાઇ


SHARE







મોરબીના પ્રાણ પ્રશ્નો ઉકેવા અને યોજનાઓની અમલવારી માટે પ્રભારી મંત્રીની હાજરીમાં બેઠક યોજાઇ

પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી અને મોરબી જિલ્લા પ્રભારી મત્રીશ્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં મોરબીના વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવેલ હતી. આ બેઠકમાં શ્રમ અને રોજગાર મંત્રી બ્રિેજેશભાઇ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુરુવારે બપોરે ચાર વાગ્યે મોરબી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસ કાર્યો તેમજ વિવિધ ગ્રાન્ટો અંગેનો ચિતાર રજૂ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા આયોજન વિભાગની વિવિધ ગ્રાન્ટ હેઠળના કામો અંગે ચર્ચા હાથ ધરી તાત્કાલીક કામો શરૂ કરવા અને નવા કામોની દરખાસ્ત કરવા પણ ચર્ચા હાથ ધરવા પ્રભારી મંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગઆરોગ્ય તેમજ અન્ય વિભાગો હસ્તકની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયાજિલ્લા કલેક્ટર જે.બી. પટેલજિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરાજિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવઅધિક કલેક્ટર એન.કે. મુછારનાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલજિલ્લા આયોજન અધિકારી જીજ્ઞેશ બગીયાકાર્યપાલક ઈજનેર બી.પી. જોશી સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News