મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં લજાઈ ગામે કામ દરમિયાન મશીનમાં સાથળ આવી જતા ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત


SHARE











મોરબીમાં લજાઈ ગામે કામ દરમિયાન મશીનમાં સાથળ આવી જતા ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવતાં લજાઈ ગામે ઉમા હોટલની નજીક આવેલ પ્રભાત પેક ઇન્ડસ્ટ્રીઝ નામના યુનિટમાં કામ દરમિયાન મજૂર યુવાનનો સાથળનો ભાગ મશીનમાં આવી ગયો હતો.જેથી છાતી-ગળે અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી યુવાનને મોરબી લાવવામાં આવ્યો હતો.અહીં ફરજ ઉપરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને બનાવ ટંકારા પોલીસ મથકની હદમાં આવતો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા તાલુકાના લજાઈ ગામે ઉમા હોટલ નજીક આવેલ પ્રભાત પેક ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે રહીને ત્યાં જ મજૂરી કામ કરતો શિબશંકર બીજયભાઈ ટુંડા (શિવશંકર વિજયભાઇ ટુંડા) નામનો ૧૮ વર્ષનો યુવાન તા.૩૦-૫ ના રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં યુનિટમાં મશીન ઉપર કામ કરતો હતો તે દરમિયાનમાં તેના સાથળનો ભાગ મશીનમાં આવી ગયો હતો.જેથી છાતી-ગળે તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પામેલ હાલતમાં તેને મોરબીની ખાનગી આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અહીં ફરજ ઉપરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો.બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોવાથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.જોકે આ બનાવ ટંકારા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતો હોય આગળની તપાસ અર્થે ત્યાં જાણ કરવામાં આવી હતી તેમ પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે.

બાઈક સ્લીપ થતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલી ચંગાલસાપીરની દરગાહ નજીક રહેતો ગોપાલ ભીમાભાઇ સોલંકી નામનો ૩૦ વર્ષનો યુવાન બાઈક લઈને માળીયા હાઇવે ઉપરથી જતો હતો ત્યારે રસ્તામાં ત્યાં તેનું બાઇક સ્લીપ થઈ ગયુ હતુ.જેથી ઈજા પામતા તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સ્ટાફના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.તે રીતે જ બીજો બનાવ મોરબીના વીસીપરા વિસ્તારમાં બન્યો હતો જેમાં સુમરા સોસાયટી નજીકથી બાઈક લઈને જઈ રહેલ અલીભાઈ હુસેનભાઇ સુમરા (ઉંમર ૨૧) રહે.વીસીપરા મોરબી વાળાનું બાઈક અકસ્માતે સુમરા સોસાયટી પાસે સ્લીપ થઈ જવાથી અલીભાઇને ગોઠણના ભાગે ઇજા પામેલ હાલતમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડાયો હતો.હોસ્પિટલમાંથી યાદી આવતાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયાએ આ બાબતે નોંધ કરીનો આગળની તપાસ હાથ ધરી છે.






Latest News