ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા પાસે રાષ્ટ્રીય એકતા રેલીનું રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતનાએ કર્યું સ્વાગત-સન્માન


SHARE







મોરબીના ગાળા પાસે રાષ્ટ્રીય એકતા રેલીનું રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતનાએ કર્યું સ્વાગત-સન્માન

 પશ્ચિમ કચ્છના લખપતથી કેવડીયા (નર્મદા) સુધી ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે બાઈક રેલીનું આયોજન કરાયું છે જે બાઇક રેલી મોરબી જીલ્લામાં આવી પહોંચી હતી અને ત્યારે રેલી સાથે આવેલા ૨૫ બાઈક સવારનું મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો અને અધિકારીઓ દ્વારા આ રેલીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ અને સમગ્ર મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ રેલીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ અત્રે ઉલેખનીય છે કે, ૩૧ મી તારીખે સરદાર વલ્લભભાઇની જન્મ જયંતિ નિમિતે જુદાજુદા કાર્યક્રમો રાજ્યમાં યોજાઇ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે ગુજરાત પોલીસ દ્વારા પશ્ચિમ કચ્છના લખપતથી કેવડીયા (નર્મદા) સુધી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે બાઇક રેલીનું આયોજન કરાયુ છે તે બાઇક રેલી મોરબી જીલ્લામાં આવી હતી ત્યારે માળિયાની ગેલોપ્સ હોટલ ખાતે મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જીલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને જેસંગભાઈ હુંબલ, માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ, પાલિકાના પ્રમુખ હારુનભાઇ, એસપી એસ.આર.ઓડેદરા સહિતના આગેવાનો અને અધિકારીઓ દ્વારા બાઇકર્સોનું સ્વાગત સન્માન કરાયુ હતુ અને આ બાઇક રેલી મોરબીના ગાળા ગામે પહોચી હતી ત્યારે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા  સહિતના આગેવાનો દ્વારા આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ બાઇક રેલી સાથે આવેલા આધિકારી અને પોલીસ જવાનોની રેલીને શુભકામના પાઠવી હતી અને તેઓની રાષ્ટ્રીય એકતા માટેની પહેલને બિરદાવી હતી 






Latest News