મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

 મોરબી જીલ્લામાં વિદ્યાર્થીઓને લાવવા-મૂકવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોના જોખમી રીતે બાળકો ન બેસાડવા તાકીદ


SHARE







મોરબી જીલ્લામાં વિદ્યાર્થીઓને લાવવા-મૂકવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોના જોખમી રીતે બાળકો ન બેસાડવા તાકીદ

રાજકોટના ગેમઝોનમાં લાગેલ આગ બાદ હવે તંત્ર કોઈ જોખમ લેવા માંગતુ નથી અને એટલા જ માટે મોરબી જિલ્લાના આવેલ ખાનગી શાળા અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાવવા અને લઈ જવા માટે થઈને જે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે તે વાહનોના માન્ય દસ્તાવેજોની પૂર્તતા સુનિશ્ચિત કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીએ જણાવ્યુ છે

મોરબી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના સ્કૂલવાન, સ્કૂલરિક્ષા, સ્કૂલબસ વગેરેના વાહનોના સંચાલકોને જણાવવાનું કે, વેકેશન પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં શાળાઓ શરૂ થનાર છે. ત્યારે આપના વાહનોને શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતાં પહેલા વાહનોના દસ્તાવેજો જેવા કે, ફિટનેસ, પરમીટ, ટેક્ષ, ઇનસ્યોરન્સ, પી.યુ.સી, રોડ સેફ્ટી સહિતની વગેરે બાબતોની પૂર્તતા સુનિશ્ચિત કરવા તથા વાહનોમાં અનઅધિકૃત અને જોખમી રીતે શાળાના બાળકોને ન બેસાડવા તથા તકેદારી રાખવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News