મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધને નિતંબના ગોળામાં ક્રેક: ગુનો નોંધાયો


SHARE





ટંકારા નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધને નિતંબના ગોળામાં ક્રેક: ગુનો નોંધાયો

ટંકારા મોરબી રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ સામેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં બાઇક ઉપર જઈ રહેલા વૃદ્ધને માથાના ભાગે તથા નિતંબના ગોળામાં ઇજા થયેલ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં-૧૧ માં રહેતા મુકેશગીરી હીરાગીરી ગોસ્વામી જાતે બાવાજી (૬૦)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે ૩૫ એએલ ૦૩૪૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ટંકારા મોરબી રોડ ઉપર આવેલ તિરુપતિ પેટ્રોલ પંપ પાસેથી રસ્તા ઉપરથી પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એલ ૨૦૨૭ લઈને જતા હતા ત્યારે કાર ચાલકે તેના બાઇકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો અકસ્માતના બનાવમાં ફરિયાદી વૃદ્ધને માથાના ભાગે ઇજા થઈ હતી તેમજ નિતંબના એક ગોળામાં ક્રેક અને બીજા ગોળામાં નુકસાન થયેલ છે તથા શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ મુકેશગીરી ગોસ્વામીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામેથી ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News