ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં દેવું વધી જતા ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ યુવાનની ભાળ મળી


SHARE







મોરબીમાં દેવું વધી જતા ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ યુવાનની ભાળ મળી

મોરબીના સામાકાંઠે નટવરપાર્ક સોસાયટીમાં રહેતો વીપ્ર યુવાન કોઈ કારણોસર ઘરે કોઇને કંઇપણ જાણ કર્યા વગર કયાંક ચાલ્યો ગયો હતો. જે અંગે ગુમશુધા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કરેલી તપાસમાં ખૂલ્યુ હતુ કે યુવાન ઉપર દેણું વધી ગયું હોય તે પોતાના સસરાને ત્યાં નાગપુર ચાલ્યો ગયો હતો.

મળતી વિગતો મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ મથક ખાતે વિમલ વિષ્ણુપ્રસાદ ઠાકર જાતે બ્રાહ્મણ (૪૫) રહે.મોરબી-૨ નટવર્કપાર્ક સોસાયટી ફલોરા ટાઉનશીપની સામેવાળાએ ગત તા.૨૯-૭ ના રોજ જાહેરાત કરી હતી કે, તેઓનો મોટો ભાઈ રાહુલ વિષ્ણુપ્રસાદ ઠાકર જાતે બ્રાહ્મણ (૪૭) રહે.મોરબી-૨ નટવરપાર્ક સોસાયટી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયેલ છે તેની તપાસ ચલાવી રહેલા ફીરોજભાઈ સુમરાએ તપાસ કરતા બનાવમાં ખૂલ્યું હતું કે ગુમ થયેલા રાહુલભાઈ ઠાકર ઉપર દેણું વધી ગયુ હોવાથી તેઓ ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર તેમના સસરાને ત્યાં નાગપુર ચાલ્યા ગયા હતા અને હાલ તેઓની ભાળ મળી જતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.






Latest News