મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત


SHARE







મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત

મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત નિપજ્યાં છે જેથી કરીને તે બંનેની બોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ પ્રવીણભાઈ ત્રિભુવનભાઈ વાઘડીયાની વાડીની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ રવજીભાઈ વસાવા જાતે આદિવાસી (૨૯) વાડીની ઓરડીએ હતો ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને મૃતદેહને પ્રવીણભાઈ વાઘડિયા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેઓના મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે આવી જ રીતે મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં મેગાટ્રોન સીરામીક કારખાનાની સિક્યુરિટીની ઓફિસમાં કામ કરતા મૂળ જામનગર જિલ્લાના રહેવાસી શંકરભાઈ કાલારભાઈ શાહ (૬૫) નામના વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાં હતા ત્યારે કોઈ કારણોસર તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News