મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અનેકવાર પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલ હવાલે


SHARE







વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અનેકવાર પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલ હવાલે

વાંકાનેર તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં અગાઉ પકડાયેલા શખ્સ વિરુધ્ધ પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જે પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવતા પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને આરોપીની ધરપકડ કરીને પોલીસ દ્વારા આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે

મોરબી શહેર અને જિલ્લામાં દારૂ, મારામારી વગેરે જેવા ગુનાઓમાં અવારનવાર પોલીસ ચોપડે ચડેલા શખ્સો વિરુદ્ધ પાસા દરખાસ્ત મુકવામાં આવતી હોય છે તેવી જ રીતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી આશિષભાઈ હેમુભાઇ ઉઘરેજીયા જાતે કોળી વિરુદ્ધની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જે પાસા દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ. ભગોરા અને તેઓની ટીમ દ્વારા આરોપી આશિષભાઈ હેમુભાઇ ઉઘરેજીયા જાતે કોળી (૨૫) રહે. જોરાવરનગર હનુમાન ચોક શેરી નં-૧૪ સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરીને પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે






Latest News