મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ભરાતી રવિવારી બજાર બંધ રાખવા પાલિકાનો આદેશ


SHARE







મોરબીની મચ્છુ નદીમાં ભરાતી રવિવારી બજાર બંધ રાખવા પાલિકાનો આદેશ

મોરબીમાં મચ્છુ નદીના પટમાં રવિવારી બજાર ભરાઈ છે જો કે, આગામી રવિવારે મચ્છુ-૨ ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવનાર છે જેથી કરીને રવિવારે ભરાતી રવિવારી બજાર બંધ રાખવા પાલિકાએ આદેશ કરેલ છે

મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, તા.૧૨/૫  રવિવારના રોજ સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમના રીપેરીંગ માટે પાણી નદીમાં છોડશે જેથી કરીને નદીના પટમાં પાણી આવશે ત્યારે કોઈ ઘટના ન બને તે માટે નીચાણ વાળા વિસ્તારમાં અવર-જવર ન કરવા સુચના આપવામાં આવેલ છે અને ખાસ કરીને દર રવિવારે નદીના પટમાં રવિવારી બજાર ભરાઈ છે તે આગામી રવિવારે ન ભરવા માટે સુચના આપવામાં આવેલ છે. અને જો કોઈ બેદરકારી રાખશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.






Latest News