મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે પોલીસ જવાનના માતા-પિતાના સજોડે આપઘાતના ગુના રાજકોટના એક વ્યાજખોરની ધરપકડ: એકની શોધખોળ


SHARE









ટંકારાના છતર ગામે પોલીસ જવાનના માતા-પિતાના સજોડે આપઘાતના ગુના રાજકોટના એક વ્યાજખોરની ધરપકડ: એકની શોધખોળ

ટંકારા તાલુકાના છતર ગામે પ્રાથમિક શાળા પાસે ઝેરી દવા પીને દંપતીએ આપઘાત કર્યો હતો અને વ્યાજખોરના ત્રાસના કારણે આ દંપત્તિએ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી જે તે સમયે મૃતકના પોલીસ બેડામાં ફરજ બજાવતા દીકરાએ પોલીસને આપી હતી ત્યાર બાદ હાલમાં મૃતકના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટમાં રહેતા બે વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં એક આરોપીને પકડીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ જિલ્લાના હડાળા તાલુકાના મૂળ રહેવાસી અને હાલમાં રાજકોટમાં આવેલ ભક્તિસાનિધ્ય ૮૦ ફૂટ રીંગ રોડ મટુકી રેસ્ટોરન્ટ ફ્લેટ નં-૬૦૩ માં રહેતા મિલનભાઈ નિલેશભાઈ ખુંટ જાતે પટેલ (૨૫)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ રાવતભાઈ મારું જાતે આહિર અને દિવ્યેશભાઈ આહીર માધવ ઇલેક્ટ્રોનિક્સ રહે. બંને રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, આરોપીઓ ગેરકાયદેસર નાણા વ્યાજે આપતા હતા અને ફરિયાદીના પિતા નિલેશભાઈ ખૂટને ધંધા અર્થે રૂપિયાની જરૂર પડતા તેણે અશ્વિનભાઈ પાસેથી ચાર લાખ રૂપિયા તેમજ દિવ્યેશભાઈ પાસેથી ૫૦,૦૦૦ રૂપિયા ૩ ટકાના વ્યાજ લેખે લીધેલા હતા અને આરોપીઓ અવારનવાર ફોન કરીને તેમજ રૂબરૂ મળીને પૈસાની તથા વ્યાજની ઉઘરાણી કરતા હતા અને ધામ ધમકી આપતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને ફરિયાદીના માતા પિતાએ ટંકારા તાલુકાના છતર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા પાસે પઠાણી વ્યાજની ઉઘરાણીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને ગત તા. ૩૦/૪/૨૪ ના રોજ ફરિયાદીના માતા અને પિતાનું મોત નીપજ્યું હતું જેથી કરીને પઠાણી વ્યાજની ઉઘરાણી કરીને ફરિયાદીના માતા-પિતાને મરવા મજબૂર કરનારા બંને વ્યાજખોરોની સામે મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૩૦૬,૫૦૬,૫૦૭ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ ગુનામાં ટંકારાના પીએસઆઇ એમ.જે. ધાંધલે હાલમાં એક આરોપી દિવ્યેશભાઈ પરબતભાઇ ડવ જાતે આહીર (૪૦) રહે. સુખરામનગર શેરી નંબર-૫ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આ ગુનામાં હજુ આરોપી અશ્વિનભાઈ રાવતભાઈ મારું જાતે આહિરને પકડવાનો બાકી છે જેથી કરીને તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

કાર ડિવાઈડરમાં અથડાઇ

મોરબી તાલુકાના ગાળા ગામે સ્વામિનારાયણ નગરમાં રહેતા હર્ષદ કાંતિલાલ કુંડારીયા (૩૫) નામનો યુવાન સોખડા ગામના પાટીયા પાસેથી કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં હર્ષદને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ સ્થાનિક પોલીસ કર્મચારીને સોંપાઇ છે




Latest News