રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત
Breaking news
Morbi Today

ટંકારામાં ચડી-બનીયા ગેંગનો તરખાટ  ચારેક જેટલી ફેક્ટરીમાં હાથફેરો


SHARE





ટંકારામાં ચડી-બનીયા ગેંગનો તરખાટ  ચારેક જેટલી ફેક્ટરીમાં હાથફેરો

ટંકારા તાલુકાનુ ઉધોગહબ ગણાતા લજાઈ રોડ પર આવેલા કારખાનામાં અગ્યારશની રાત્રીના ચડી-બનીયાનધારી તસ્કરોની ગેંગ એક બે નહિ પરંતુ ચારથી વધુ ફેકટરીઓમાં તરખાટ મચાવ્યો હતો અને ચોરીના બનાવને અંજામ આપ્યો હતો જેમાં લજાઈ નજીક આવેલ દેવ પોલીપેક, ઝીકોબા સોક્સ, મોરબી એન્જી. વર્કસ અને સિલ્વર રીસાયકલ સહીતની ફેકટરીઓની ઓફીસમાં ધુસી રોકડ રકમ આટોપી અંધારામાં ઓગળી ગયા હતા.ઝીકોબા સોક્સમાંથી બારી અને દરવાજા તોડી ૫ થી ૮ હજારની રોકડ રકમ, મોરબી એન્જી વર્કસમાંથી ૭૦ થી ૮૫ હજારની રોકડ તેમજ સિલ્વર રીસાયકલમાંથી ચારેક હજારની રોકડ ચોરી થયાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું બનાવ પગલે ટંકારા પોલીસ ધટના સ્થળે દોડી તપાસ હાથ ધરી છે અને તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે પણ તસ્કરો કયારે પકડાશે તે સવાલ છે.

માત્ર રોકડની જ ચોરી, લેપટોપ છોડી દીધા

તસ્કરોએ જે કારખાનાઓમાં ચોરીને અંજામ આપ્યો હતો ત્યાંથી માત્ર રોકડ રકમની જ ચોરી કરી હતી એકાદ-બે ફેકટરીમાં લેપટોપ સહિતની કીમતી ચીજવસ્તુઓ પડી હતી જોકે તસ્કરોએ તેને હાથ લગાડ્યો ન હતો અને માત્ર રોકડની ચોરી કરી નાસી ગયા હતા..!

સીસીટીવી કેમેરા, ડીવીઆરમાં તોડફોડ કરી છતા ધટના તિસરી આંખે કેદ

તસ્કરોએ જ્યાં ચોરીને અંજામ આપ્યો તે ફેકટરીઓમાં  સીસીટીવી કેમેરા લગાવેલ હોય જેથી તસ્કરોએ ઓળખ છતી ના થાય તેની પણ તકેદારી રાખી હતી અને સીસીટીવી કેમેરા તેમજ રાઉંટરમાં તોડફોડ કરી હતી અને ડીવીઆર ઉઠાવી ગયા હતા છતા એકાદ ફેક્ટરીની આંખે ચડી જતા વિડીયો વાયરલ થયો છે.




Latest News