મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિકોણબાગ પાછળ આવેલ બેન્ક પાસેથી બાઈકની ચોરી


SHARE







મોરબીમાં ત્રિકોણબાગ પાછળ આવેલ બેન્ક પાસેથી બાઈકની ચોરી

મોરબીમાં એસબીઆઇ બેન્ક સામે આવેલ ત્રિકોણબાગની પાછળના ભાગમાં પાર્ક કરેલા બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર નરેન્દ્ર ટાઇલ્સની બાજુમાં રહેતા કિરીટભાઈ બાબુભાઈ અગેચાણીયા જાતે કોળી (૩૦) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ભોગ બનેલ યુવાને જણાવ્યુ છે કે, મોરબીમાં એસબીઆઇ બેન્કની સામેના ભાગમાં આવેલ ત્રિકોણબાગની પાછળના ભાગમાં યુનિયન બેન્ક પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એડી ૫૧૦૮ પાર્ક કરીને મૂક્યું હતું જે ૬૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે આરોપીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માત થતાં વાહનમાં નુકશાન

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે સીએનજી પમ્પની સામેના ભાગમાંથી મહેન્દ્રનગર ગામે આવેલ પ્રકૃતિ સોસાયટીમાં રહેતા પરેશભાઈ જયંતીલાલ કોરડીયા જાતે પટેલ (૪૨) નામનો યુવાન એકટીવા લઈને જઈ રહ્યો હતો ત્યારે ટેન્કર નંબર જીજે ૩૬ પી ૧૭૯૬ ના ચાલકે ફરિયાદીના એકટીવા નંબર જીજે ૩૬ એજી ૧૪૯૪ ને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તેમાં એકટીવામાં નુકસાન થયું હતું જેથી કરીને ભોગ બનેલા પરેશભાઈ કોરડીયા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે






Latest News