મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરનારા પત્નીના પૂર્વ મંગેતરની ધરપકડ


SHARE







મોરબીમાં યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરનારા પત્નીના પૂર્વ મંગેતરની ધરપકડ

મોરબીમાં માટીનો ટ્રક ખાલી કરવા માટે આવેલ મૂળ કચ્છના રહેવાસી યુવાનના લગ્ન જે યુવતીની સાથે થયેલ છે તે યુવતીની અગાઉ જેની સાથે સગાઈ થયેલ હતી તે શખ્સની સાથે સગાઈ તૂટી ગયેલ હતી જે બાબતનો ખર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ કચ્છના રાપર તાલુકાના સાણવા ગામ રહેવાસી અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતાં મોમૈયાભાઈ ભગવાનભાઈ રબારી (૨૨) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સાજણ નારણભાઇ રબારી રહે. ભૂટકિયા ગામના રહેવાસી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કેતે કચ્છથી માટી ભરી મોરબી વાહનને ખાલી કરવા માટે ગત તા ૨૮ ના રોજ આવેલ હતા ત્યારે લક્ષ્મીનગર ગામ નજીક લક્ષ્મી પ્લાઝા પાસે શેરડીના રસ વાળા પાસે આરોપી સાજણ નારણભાઇ રબારીએ અચાનક પાછળથી આવીને તેના ઉપર પાઈપ વડે હુમલો કરેલ હતી અને માથાના ભાગે પાઈપનો એક ઘા માર્યો હતો તેમજ હાથમાં માર માર્યો હતો જેથી કરીને ફરિયાદીને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને ત્યારે બાદ મોમૈયાભાઈએ પોલીસને જણાવ્યુ હતું કેઅગાઉ આરોપી સાજણની સગાઈ મોમૈયાભાઈના પત્ની વિરાબેન સાથે થઈ હતી જે સગાઈ તૂટી ગયા બાદ મોમૈયાભાઈ સાથે છ મહિના પહેલા તેની સગાઈ અને લગ્ન થયા હતા જે બાબતનો ખાર રાખીને આરોપીએ હુમલો કરેલ છે જે કેસમાં પીએસઆઈ એન.બી. ડાંગર અને વિજયભાઈ સવાસેટાએ આરોપી સાજણ નારણભાઇ ભાંગરા જાતે રબારી (૩૧) રહે. મૂળ ભૂટકિયા હાલ રહે. લક્ષ્મીનગર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News