ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો


SHARE











મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ધોરણ ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ ગ્રાહક સુરક્ષા કાયદાના વિષયને અનુરૂપ નિષ્ણાત તજજ્ઞ પાસેથી માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આ સેમીનારનું આયોજન કરવામાં આવવ્યુ હતુ.જેમાં વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા શું છે ? ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે ? ગેરરીતિ કરનાર સામે કયા પ્રકારના કેસો થઈ શકે તે અંગે ડો.હરેશભાઈ સંઘવી દ્વારા માર્ગદર્શન અપાયું હતું.જેઓ આ કાયદાના એકેડેમીક ૧૭ વર્ષના અનુભવી તેમજ ગ્રાહક સુરક્ષા વિષય ઉપર પીએચડી કરેલ છે.

ડો.હરેશ સંઘવી દ્વારા ગ્રાહકોને નિભાવવાની થતી ફરજો અને અધિકારો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા, અને જણાવ્યું હતું કે, હકીકતે ગ્રાહક બજારનો રાજા છે, જો તે પોતાની ફરજો અને અધિકારો પ્રત્યે સજાગ થાય તેમજ બજારમાં છેતરતા વેપારી તત્વો સામે ગ્રાહકો જાગૃત થઈ પોતાના અધિકારોનો ઉપયોગ કરે તો આ અનૈતિક કાર્યો અટકી શકે. તેમજ વધુ માહિતી આપતા જણાવેલ કે વસ્તુ અને સેવામાં ખામી અને અનૈતિક વ્યાપાર પદ્ધતિનો ભોગ બનનાર ગ્રાહકો માટે ગ્રાહક અદાલતના દરવાજા હંમેશા માટે ખુલ્લા હોય છે.જેનો દરેકે ઉપયોગ કરવો જોઈએ.માલ વેચનાર વ્યક્તિ જો નાણાં લીધા બાદ પણ વસ્તુ કે સેવા ન આપે તો એવા વ્યાપારીઓથી ગ્રાહકના રક્ષણ માટે કરીને જ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અમલમાં આવ્યો છે.દરેક ગ્રાહકને તેના રૂપિયાનું ચોક્ક્સ અને વાજબી વળતર મળવું જોઈએ.

વેપારીઓ અને કંપનીઓ દ્વારા ગ્રાહકને છેતરાતા અટકાવવા ગ્રાહક સુરક્ષાના કાયદાનો કેવી રીતે ઉપયોગ કરવો તેમજ જાહેર હિતની અરજી કેવી રીતે કરવી તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી.કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ વરમોરા તેમજ ડાંગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.જેમાં સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ હાજર રહીને માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓમાં આ પ્રકારના કાર્યક્રમો થતા રહે તે માટે પ્રેરણા પૂરી પાડી હતી.






Latest News