મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

પોસ્ટલ બેલેટથી મતદાન કરતા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી


SHARE







પોસ્ટલ બેલેટથી મતદાન કરતા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી

મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા અપીલ કરતાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિત ચૂંટણી તંત્રના અધિકારીઓએ મતદાનની ફરજ અદા કરી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ લોકશાહીના પર્વમાં સહભાગી બની મોરબીમાં પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતે ઉભા કરાયેલા ફેસિટિલેશન સેન્ટર ખાતે મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી હતી. આ સાથે જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.


લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ૭ મી મે ના રોજ મતદાન યોજાવાનું  છે.ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મોરબી, ટંકારા અને વાંકાનેર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન કરવા માટેના ફેસિટિલેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જ્યાં  જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી એસ.જે. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીબ કુલદીપસિંહ વાળા, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા સહિત ચૂંટણી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ  પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.ચૂંટણી તંત્રના ઉચ્ચ અધિકારીએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી આગામી ૭ મેના રોજ મોરબી જિલ્લાવાસીઓને પણ અવશ્ય મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા અપીલ કરી હતી.






Latest News