મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ નજીક કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના જસમતગઢ નજીક કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન ત્યાં પાણીની કુંડીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જસમતગઢ ગામની સીમમાં આવેલ સેનવીસ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ચરણભાઈ શંભુભાઈ (૩૮) નામનો યુવાન કારખાનામાં પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.એસ. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

ધાંગધ્રા તાલુકાના જસમતપર ગામે રહેતા ભૂમિકાબેન હસમુખભાઈ (૨૨) નામની યુવતી એકટીવા લઈને ધાંગધ્રામાં આવેલ રોકડિયા હનુમાન સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં એકટીવા સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેમાં તેને જમણા પગમાં ફેક્ચર જેવી ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી અને આ બનાવ ધાંગધ્રા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવેલ છે






Latest News