હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયાથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે યુવાનને અજાણ્યા શખ્સોએ માર માર્યો


SHARE











મોરબીના ટિંબડી પાટીયાથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે યુવાનને અજાણ્યા શખ્સોએ માર માર્યો

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયાથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર રાજસ્થાની યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના ધોલાખેડા દ્વારકાપ્રસાદ ખાતે રહેતા હિતેન્દ્રકુમાર સ્વામી (૨૬) નામનો યુવાન મોરબીના ટિંબડી ગામના પાટીયાથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

ધાંગધ્રા તાલુકાના દુદાપુરા વાડી વિસ્તારમાં રહેતા બાબલાખાન (૨૯) નામનો યુવાન વાડીએથી ગામ તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને જમણા હાથના ભાગે ઇજા થઇ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ ધાંગધ્રા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીની અણીયારી ચોકડી પાસેથી ટ્રક લઈને કચ્છના અંજાર ખાતે માધવ સોજીસ્ટિક ખાતે રહેતા મોડુરામ (૨૭) નામનો યુવાન જઇ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં મોડુરામને ઇજાઓ થઈ હતી જેથી તેને મોરબીના સનાડા રોડ ઉપર આવેલ નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી હતી






Latest News