મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ પેપરમીલ નજીકથી પસાર થતી કેનાલમાં યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ મિલેનિયમ પેપરમીલમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કાલુભાઈ બાબુભાઈ મોટકા જાતે પટેલ (૪૪) નામનો યુવાન કારખાના પાસે આવેલ પાણીની કેનાલમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રહેતા હેમંતભાઈ તળશીભાઈ જિંજવાડીયા (૪૦) નામનો યુવાન નાગડાવાસ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ગાળા અને નાગડાવાસ ગામ વચ્ચેના ભાગમાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવેલ છે






Latest News