ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે બાઇક આડે ગાય આવતા અકસ્માત: યુવાનને કમરમાં ફેકચર થતા સારવારમાં


SHARE







મોરબીના લીલાપર રોડે બાઇક આડે ગાય આવતા અકસ્માત: યુવાનને કમરમાં ફેકચર થતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપરમીલ પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ગાય ઉતરતા અકસ્માત થયો હતો અકસ્માતના બનાવમાં યુવાનને કમરના ભાગે ગંભીએ ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રફાળેશ્વર પાસે આવેલ ડીલક્ષ પેપરમીલ ખાતે રહેતા અશોકકુમાર નામનો યુવાન બાઈક લઈને મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મીલ પાસે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે અચાનક ગાય ઉતરતા અકસ્માત થયો હતો અને ગાય સાથે બાઇક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી અશોકકુમારને કમરના ભાગે ફેકચર જેવી ઈજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કરિયા સોસાયટીમાં રહેતા અજીત મેઘાભાઈ ગઢવી (૩૫) નામનો યુવાન મોરબીના લાતી પ્લોટ શેરી નં-૩ પાસે હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવમાં અજીતને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News