મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં રામનવમીની વિજયયાત્રામાં દરગાહ સામે મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ તેવા નારા લાગ્યા: અજાણી મહિલા સામે ફરિયાદ


SHARE







મોરબીમાં રામનવમીની વિજયયાત્રામાં દરગાહ સામે મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ તેવા નારા લાગ્યા: અજાણી મહિલા સામે ફરિયાદ

મોરબીમાં ગત રામનવમીના દિવસે વિજયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિજયયાત્રા મોરબીના નવા ડેલા રોડ ઉપર થઈને મચ્છી પીઠ પાસે આવેલ હજરત ગેબનશાહ પીરની દરગાહ પાસેથી આગળ જઈ રહી હતી ત્યારે ત્યાં વિજય યાત્રામાં જોડાયેલ મહિલાઓ પૈકી અજાણી મહિલાઓએ ડીજેના સાઉન્ડમાં ભજન વાગતાં હતા તેને બંધ કરાવીને ત્યાં મોહમ્મદ પેગંબર વિશે અવિવેકી શબ્દો ઉચ્ચારીને વયમનસ્ય ઊભું કરવાના ઇરાદે નારા લગાવવામાં આવ્યા હતા અને મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તથા બે અલગ અલગ કોમ વચ્ચે દુશ્મનામાં ઊભી થાય તેવું કૃત્ય કર્યું હતું જેથી હાલમાં અજાણી મહિલા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે

મોરબી સહિત સમગ્ર દેશની અંદર રામનવમીના દિવસે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા અને વિજયયાત્રાના આયોજન કરવામાં આવ્યા હતા દરમિયાન મોરબીમાં સર્વ હિન્દુ સમાજ દ્વારા વિજયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે વિજયયાત્રા મોરબીના સામાકાંઠાથી શરૂ કરવામાં આવી હતી અને મોરબીના દરબારગઢ ચોક પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી દરમિયાન આ વિજયયાત્રાના રૂટમાં નવાડેલા રોડ ઉપરથી મચ્છી પીઠ પાસે આવેલ હજરત ગેબનશા પીરની દરગાહ પાસેથી વિજયયાત્રા નીકળી રહી હતી ત્યારે તે વિજય યાત્રામાં ડીજે સાઉન્ડ સિસ્ટમમાં ભજન વાગતા હતા તેને બંધ કરાવીને મહિલાઓ દ્વારા પોતાના હાથમાં માઇક લઈને મહંમદ પેંગમ્બર વિશે અવિવેકી શબ્દો ઉચ્ચારી વયમનસ્ય ઊભું કરવાના ઇરાદે નારાઓ લગાવવામાં આવ્યા હતા તેમજ મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ અને બે અલગ અલગ કોમ વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય તેવું કૃત્ય કર્યું હતું જેથી કરીને હાલમાં મોરબીમાં ઈદ મસ્જિદ રોડ શેરી નં-૨ માં આઝાદ હોટલની સામેના ભાગમાં રહેતા ફારુકભાઈ આદમભાઈ અઘામ જાતે સંધિ (૪૯)એ અજાણી મહિલા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૧૫૩ (એ), ૨૯૫ (એ) અને ૫૦૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. સોનારા ચલાવી રહ્યા છે






Latest News