મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી અભયમ ટીમે કાઉન્સિલિંગ કરી ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન


SHARE







મોરબી અભયમ ટીમે કાઉન્સિલિંગ કરી ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન

મોરબીમાં ઘરેથી મહિલા નીકળી ગઈ હતી અને કોઈ વ્યક્તિએ અભયમ ટીમને તે મહિલાની જાણ કરી હતી જેથી કરીને અભયમ ટીમે કાઉન્સિલિંગ કરીને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું તેના પતિ સાથે મિલન કરાવ્યુ હતું

મોરબીના એક સજ્જન વ્યક્તિ દ્વારા ૧૮૧ અભયમ ટીમને ફોન કર્યો હતો અને એક મહિલા મળી આવેલ છે તેની મદદ કરવા માટે કહ્યું હતું જેથી કરીને ૧૮૧ ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ દક્ષાબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે ગયા હતા અને તે મહિલાને સૌપ્રથમ સાંત્વના આપી હતી અને ત્યારબાદ સજ્જન વ્યક્તિ સાથે ચર્ચા કરતા તેમણે જણાવેલ હતું કે આ મહિલા ક્યારના અહીંયા એકલા બેઠા છે અને કશું બોલતા નથી  ત્યારબાદ મહિલાનું કાઉન્સલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ? ક્યાંથી આવ્યા ? વગેરે પૂછવાના ઘણા પ્રયત્ન કરેલ હતા ત્યારબાદ મહિલાએ જણાવેલ કે તેઓ ઝારખંડના છે અને અહીંયા તેઓ કંપનીમાં કામ કરવા માટે તેમના પતિ તેમજ ભાઈ ભેગા આવેલ છે પરંતુ તેમના પતિ જોડે ઝઘડો થતા તેઓ તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે ત્યારબાદ મહિલાને સલાહ સુચન માર્ગદર્શન આપેલ અને સમજાવેલ કે હવે પછી તેમના પતિ તેમજ ભાઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં અને પછી તે ક્યાં રહે છે તેનું સરનામું જણાવ્યા પ્રમાણે  તેમના પતિનો સંપર્ક કરીને તેઓને સોંપેલ છે ત્યારબાદ તેમના પતિનું કાઉન્સલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ કોઈને ખબર ન હતી અને તેઓ પણ ચિંતિત હતા જો કે અભયમ ટીમે તેઓને તેની પત્ની સાથે મેળવ્યા હતા તે બદલ તેઓએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News