ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે સીરામીક કારખાનામાં એલસીબીની રેડ: ગેરકાયદે પેટ્રોલિયમની હેરાફેરીનો પર્દાફાશ ૩૧.૬૦ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ


SHARE







મોરબીના જેતપર રોડે સીરામીક કારખાનામાં એલસીબીની રેડ: ગેરકાયદે પેટ્રોલિયમની હેરાફેરીનો પર્દાફાશ ૩૧.૬૦ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

મોરબી-જેતપર રોડ લાર્સન સીરામીકમાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી મળી આવતા પોલીસે ૧૬,૫૦૦ લીટર પેટ્રોલીયમ પ્રવાહી જેની કિંમત ૧૧,૫૫,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ ૩૧,૬૦,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે

મોરબી જીલ્લા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયાની સુચના મુજબ સ્ટાફ કામ કરે છે અને ચંદુભાઇ કાણોતરા, ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા તથા દશરથસિંહ પરમારને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી-જેતપર રોડ બેલા ગામ પાસે આવેલ લાર્સન સીરામીક કારખાના અંદર અમુક ઇસમો ટ્રક ટેંકર નંબર- જીજે ૩૯ ટી ૫૨૩૮ માંથી બોલેરો પીકઅપ ટેંકર નં-જીGJ-જ ૬ અઝેડ ૭૫૯૭ વાળામાં ગે.કા. અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો કાઢી હેરાફેરી કરે છે. જે હકીકત આધારે લાર્સન સીરામીકમાં રેઇડ કરતા મહેશભાઇ ઉર્ફે ભગવાનજીભાઇ અરજણભાઇ દેત્રોજા ૪૨ રહે. ન્યુ ચંદ્રેશ સોસાયટી પંચાસર રોડ મુનનગર ચોક મોરબી મુળ ગામ કુંભારીયા તાલુકો માળીયા વાળાના કબજામાંથી બીલ આધાર પુરાવા વગરનું પેટ્રોલીયમ પ્રવાહી મળી આવતા પોલીસે ૧૬,૫૦૦ લીટર પેટ્રોલીયમ પ્રવાહી જેની કિંમત ૧૧,૫૫,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ ૩૧,૬૦,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.






Latest News