મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા
Breaking news
Morbi Today

ભાજપ માટે લાલબતી: મોરબીમાં હોર્ડીંગ બોર્ડમાં પરસોતમ રૂપાલાના ફોટોને કાળી શાહી, મોદી-કમળની સાથે કોઈ ચેડાં નહીં


SHARE











ભાજપ માટે લાલબતી: મોરબીમાં હોર્ડીંગ બોર્ડમાં પરસોતમ રૂપાલાના ફોટોને કાળી શાહી, મોદી-કમળની સાથે કોઈ ચેડાં નહીં

મોરબીમાં સાંજે પરસોતમ રૂપાલા સહિતના ભાજપના મોરબી જિલ્લાને લાગુ પડતાં ચાર ઉમેદવરોની હાજરીમાં રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે પહેલા ભક્તિનગર સર્કલ પાસે રાતે કોઈએ કાર્યક્રમના જે બેનર લગાવવામાં આવ્યા હતા તેને ફાડી નાખેલ હતા અને ત્યાર બાદ ભાજપના ચારેયું ઉમેદવારોને આવકારવા અને સન્માન કરવા માટે ઠેરઠેર સ્ટેજ બનાવવામાં આવેલ છે ત્યાં હૉર્ડિંગ્સ બોર્ડ મૂક્યા છે તેમજ વીજ પોલમાં પણ બોર્ડ લગાવેલ છે તે બોર્ડમાં મોદી, રૂપાલા અને કમળ નો લોકો મૂકવામાં આવેલ છે જો કે, મોટાભાગના બોર્ડમાં માત્ર રૂપાલાના ફોટો ઉપર કાળી શાહી લગાવવામાં આવી છે જેથી કરીને તંત્ર અને ભાજપની ટિમ હાલમાં દોડતી થઈ ગયેલ છે

મોરબીમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા પ્રચાર માટે એલિ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવે મોરબી જિલ્લાને લાગુ પડતી ચારેય લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર હાજર રહેવાના છે જો કે, મોરબીમાં શનાળા રોડે ભક્તિનાગર સર્કલથી મહારેલી શરૂ કરવાના છે અને ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે સભા યોજવાની છે તેના માટે ભાજપના સમર્થનમા ઠેરઠેર બોર્ડ લગાવવામાં આવેલ છે જો કે,  રૂપાલાના આગમન પહેલા જ રૂપાલાના વિરોધમાં બેનરો રાતે કોઈએ ફાડયા હતા અને ત્યાર બાદ સોમવારે બપોરે ઉમિયા સર્કલથી લઈને સભા સ્થળ સુધી તેઓને આવકરા માટે જે સ્ટેજ બનાવવામાં આવેલ છે ત્યાં મોટા હોર્ડીંગ લગાવવામાં આવેલ છે તેમજ વીજ પોલ ઉપર નાના બોર્ડ લગાવવામાં આવ્યા છે તેમાં મોટાભાગની જગ્યાએ નરેન્દ્ર મોદી, પરસોતમ રૂપાલા અને ભાજપના નિશાન કમળ સાથેના ફોટો મુકેલ છે તેમાંથી માત્ર રૂપાલાના ફોટો ઉપર કોઈએ બપોરના સમયે કાળી શાહી લગાવી દીધેલ છે જેથી કરીને તંત્ર અને ભાજપની ટિમ હાલમાં દોડતી થઇ ગયેલ છે અને હાલમાં શાહી વાળા બેનરો હટાવીને નવા બેનરો લગાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવેલ છે






Latest News