મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે ગાડીઓમાંથી બેટરી ચોરનાર તસ્કરને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી પોલીસ 


SHARE





ટંકારાના લજાઈ ગામે ગાડીઓમાંથી બેટરી ચોરનાર તસ્કરને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી પોલીસ 

ટંકારા તાલુકાના લજાઈ ગામે પાર્ક કરવામાં આવેલા અલગ અલગ ૧૩ વાહનોમાંથી કોઈ અજાણ્યો તસ્કર બેટરી ચોરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી જેની તપાસ ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલવા માં પોલીસને સફળતા મળી છે અને એક રીઢા ચોરને પકડી પાડયો છે. 

બનાવની જાણવા મળતી હકીકત મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા કોગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય પંકજભાઈ દયારામભાઈ મસોતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની ઓફીસ પાછળ ખુલ્લામાં રાખવામાં આવેલ અલગ અલગ ૧૩ વાહનોમાંથી કોઈ અજાણ્યો તસ્કર રૂપિયા ૫૨ હજારની કિંમતની ૧૩ બેટરી ચોરી કરી જતા શોધખોળ કર્યા બાદ પણ આ બેટરી ન મળી આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવની પીએસઆઈ એમ.જે. ધાંધલ અને ડી-સ્ટાફના ચેતન કડવાતર, વિજયભાઈ બાર, ભાવેશભાઈ વરમોરા સહિતના જવાનો તપાસ કરી રહ્યા હતા અને ત્યારે ડિસ્ટાફના કૌશિકભાઈ પેઠરીયા અને સિદ્ધરાજસિહ ઝાલા દ્વારા ખાનગી બાતમીદારો અને ટેકનિકલ એનાલિસ્ટ હાથ ધરી સંયુક્ત બાતમીના આધારે આ ગુન્હાના આરોપી મહેબુબ અલાદીનમહમદ બાકરોલીયા જાતે મોમીન (૪૭) મુળ તિથવા તાલુકો વાકાનેર હાલ રહે રાજકોટ કોઠારીયા સોલ્વન્ટ મોહમ્મદીબાગ રાજકોટ વાળાને ચોરીના મુદામાલ સાથે ગુના કામે ઉપયોગમાં લેવામાં આવેલ એક ઈકો કાર નં જીજે ૩ એફડી ૧૬૬૪ કબજે કરી ચોરીનો ભેદ ઉકેલાયો હતો.




Latest News