ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના શિવપુર ગામે વાડીએથી સબમર્સીબલ મોટર ની ચોરી


SHARE











હળવદના શિવપુર ગામે વાડીએથી સબમર્સીબલ મોટર ની ચોરી

હળવદ તાલુકામાં જાણે તસ્કરોના આટા ફેરા રાત્રી દરમિયાન થતા હોય તેવી રીતે હળવદ તાલુકાના શિવપુર ગામે વૃદ્ધે વાવવા માટે રાખેલ વાડીએ સબમર્સીબલ મોટર મૂકી હતી તે સબમર્સીબલ મોટરની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃધ્ધ દ્વારા અજાણ્ય શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

થોડા દિવસો પહેલા હળવદ તાલુકાના જુદા જુદા વિસ્તારમાં પાર્ક કરીને મુકેલા ડમ્પર સહિતના મોટા વાહનોમાંથી ડીઝલ ચોરી કરવામાં આવી હતી જેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ વાયરલ થયા હતા અને ત્યારબાદ હાલમાં હળવદ તાલુકાના શિવપુર ગામની સીમમાં શિવપુર ગામે રહેતા લીલાધરભાઇ નાગજીભાઈ દેલવાડીયા જાતે પટેલ (૫૭) નામના વૃદ્ધે વાડી વાવવા માટે રાખેલ છે તે વાડીએ તેમણે સબમર્સીબલ મોટર મૂકી હતી જે ૨૦ હોર્સ પાવરની એસેમ્બલ ઇલેક્ટ્રીક સબમર્સીબલ મોટર જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦ થાય છે તેની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News