ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામે થયેલ મારામારીના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીના વાવડી ગામે થયેલ મારામારીના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સોસાયટી વિસ્તારમાં નજીવી વાતે બોલાચાલી થઇ હતી ત્યાર બાદ સામસામી મારામારીનો બનાવ બન્યો હતો અને બંને પક્ષોએથી સામસામી મારામારીની ફરિયાદ પણ કરવામાં આવી હતી જે પૈકીનાં એક ગુનામાં પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સોસાયટી વિસ્તારમાં મારામારી થયેલ હતી જેમાં રવિ જીતેન્દ્રભાઇ પાલા સોની (૨૮) રહે.બજરંગ સોસાયટી નાની વાવડી તાલુકો મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રેમ હિંમત મિસ્ત્રી, ધનસુખ હિંમત મિસ્ત્રી, વિનોદભાઈ કોળી, વિશાલ કોળી રહે. ચારેય નાની વાવડી અને જય પટેલ રહે. રવાપર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, પોતે અને સાહેદ વિકીભાઈ બંને બેઠા હતા ત્યારે ત્યાં બાજુમાં તેમનો અઢી વર્ષનો પુત્ર શિવમ શેરીમાં રમી રહ્યો હતો. ત્યારે સામેવાળાઓ પૈકીનો પ્રેમ મિસ્ત્રી કાર લઈને ત્યાં આવ્યો હતો અને કાર રિવર્સમાં લેતા તેની કાર ફરિયાદી રવિભાઈના બાઈક સાથે અથડાઈ હતી. જે બાબતે તેને ઠપકો દેવામાં આવતા ઝઘડો થયો હતો અને બાદમાં તેઓ જ્યારે ખોડીયાર ડેરીએથી દૂધ લઈને પરત ઘરે જતા હતા.ત્યારે સામેવાળાઓએ લાકડાના ધોકા વડે મારામારી કરી હતી. જેમાં તેઓને તથા સાહેદોને ઈજાઓ પહોંચી હતી જે ગુનામાં પીએસઆઇ પી.આર. સોનારાએ તેની ટીમે આરોપી વિનોદભાઇ વાલજીભાઇ સાબરિયા (૪૫) અને વિશાળ વિનોશભાઈ સબારિયા (૨૦) રહે. બંને ભગવતી પાર્ક વાવડી મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતા મુબીનાબેન ઈસ્માઈલભાઈ કડીવાર (૨૧) નામની મહિલા કારમાં બેસીને રફાળેશ્વર ગામ પાસેથી પસાર થઈ હતી ત્યારે તેઓની કાર ટ્રેક્ટર સાથે અથડાતા કારમાં બેઠેલ મુબીનાબેનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે






Latest News