લો બોલો, મોરબી જીલ્લામાં દારૂના વેચાણ માટે પણ પગારદાર કર્મચારીને રાખ્યો !
ટંકારા નજીકથી ૬૦૦ લિટર દેશીદારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો
SHARE








ટંકારા નજીકથી ૬૦૦ લિટર દેશીદારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો
ટંકારાનો પોલીસ સ્ટાફ દપેટ્રોલીંગમાં હતો ત્યારે ત્યાથી પસાર થતી મારૂતી સુઝૂકી સ્વીફ્ટ કંપનીની કાર નંબર જીજે ૧૦ એસી ૭૭૨ નીકળતા તેને રોકીને ચેક કરી હતી ત્યારે કારમાં મૂકવામાં આવેલા જુદા જુદા બાચકાઓમાથી દેહસી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૧૨ બાચકા જેમાથી ૬૦૦ લિટર દેશીદારૂ જેથી કિંમત ૧૨૦૦૦ તથા સ્વીફ્ટ કાર ૨૦૦૦૦૦ આમ કુલ ૨,૧૨,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી રવિ હેમંતભાઈ કુવરીયા જાતે કોળી (ઉ.૨૫) રહે. ત્રાજપર ગામ પટેલ પાનની પાછળ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી આરોપી મનસુખભાઈ કોળીનું નામ સામે આવ્યું હોવાથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી પીએસઆઈ બી.ડી.પરમાર, આઈ.ટી.જામ, હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન રફિકખાન, સિધ્ધરાજસિહ અર્જુનસિહ સહિતનાઓ દ્વારા કરવામાં આવી છે

