મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી નજીક કોમ્પલેક્ષ સામેથી દેશી બંધુક સાથે એક શખ્સની ધરપકડ


SHARE







મોરબીના પીપળી નજીક કોમ્પલેક્ષ સામેથી દેશી બંધુક સાથે એક શખ્સની ધરપકડ

મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ કોમ્પલેક્ષ સામેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક બંદૂક મળી આવી હતી જેથી પોલીસે બે હજાર રૂપિયાની કિંમતની બંદૂક કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે દરમિયાન તાલુકા પોલીસ સ્ટેશનના દિનેશભાઈ બાવળીયા, અજીતસિંહ પરમાર અને ભગીરથભાઈ લોખિલને મળેલ હકીકત આધારે મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ ધ્યેય કોમ્પલેક્ષ રાધે ક્રિષ્ના મોલ સામેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી દેશી બનાવટનો એક કટો (બંદૂક) મળી આવતા પોલીસે ૨૦૦૦ ની કિંમતનું હથિયાર કબ્જે કર્યું હતું અને આરોપી વિવેકભાઈ કિશોરભાઈ ધોળકિયા જાતે કોળી (૨૦) રહે. સો ઓરડી વરિયા નગર શેરી નં-૪ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે રાખતો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News