મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી રોકડા ૧.૭૦ લાખની ચોરી


SHARE











મોરબીમાં હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી રોકડા ૧.૭૦ લાખની ચોરી

મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ ગોકુલ હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોરમાં કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કર્યો હતો અને ત્યાં ટેબલના ખાનામાં રાખવામા આવેલ રોકડા ૧.૭૦ લાખની ચોરી કરી છે જેથી ભોગ બનેલા યુવાને દ્વારા હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલથી દલવાડી ચોકડી તરફ જવાના રસ્તા ઉપર આવતા ગોકુલમથુરામાં આવેલ ધ્યેય એપાર્ટમેન્ટમાં રહેતા વિમલભાઈ જેરામભાઈ બોડા જાતે પટેલ (૩૯)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના સાવસર પ્લોટ શેરી નં-૧૨ માં ગોકુલ હોસ્પિટલ આવેલ છે અને તેમાં કાર્યરત આર્ય મેડિકલ સ્ટોરમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ડોક્ટરની ઓફિસમાંથી ચાવી મેળવીને મેડિકલ સ્ટોરનો દરવાજો ખોલી મેડિકલ સ્ટોરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં ટેબલના ખાનામાં રાખવામાં આવેલા ૧.૭૦ લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવી હોવા અંગેની હાલમાં યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.વી. પાતાળિયા ચલાવી રહ્યા છે






Latest News