હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામે મારામારીમાં સાતને ઈજા : સામસામી ફરિયાદ નોંધાવાતા પોલીસ તપાસ શરૂ


SHARE











મોરબીના વાવડી ગામે મારામારીમાં સાતને ઈજા : સામસામી ફરિયાદ નોંધાવાતા પોલીસ તપાસ શરૂ

મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સોસાયટી વિસ્તારમાં નજીવી વાતે બોલાચાલી થયા બાદ સામસામી મારામારીનો બનાવ બન્યો હતો અને બંને પક્ષોએથી સામસામી મારામારી કરવામાં આવતા સાત લોકોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બાદમાં બંને તરફેથી સામસામે ફરિયાદો નોંધાવવામાં આવતા હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદો લઈને આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સમજુબા સ્કૂલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ત્યાં રહેતા ધનસુખભાઈ હિંમતભાઈ સરવાણીયા મિસ્ત્રી (૩૮), વિનોદભાઈ વાલજીભાઈ સાબરીયા (૪૦), વિશાલ વિનોદભાઈ સાબરીયા (૨૦) અને વૈશાલીબેન પ્રેમભાઈ સરવાણીયા (૩૫) રહે.ચારેય સમજુબા સ્કૂલ પાસે નાની વાવડી તા.મોરબી વાળાઓને ઇજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા અને આ સામસામી મારામારીના બનાવમાં સામેના પક્ષેથી ઈજા પામેલા વિકી રમેશભાઈ મિસ્ત્રી (૨૩), જીતેન્દ્રભાઈ હેમંતભાઈ પાલા સોની (૫૯) અને રવિ જીતેન્દ્રભાઈ પાલા (૨૮) રહે.ત્રણેય નાની વાવડી વાળાઓને પણ ઇજાઓ થઈ હોય ત્રણેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.બાદમાં આ બનાવની હોસ્પિટલ ખાતેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ પી.આર.સોનારા તથા સ્ટાફ તપાસ માટે ગયો હતો અને જેમાં બંને પક્ષોએથી સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી હતી.

જેમાં ધનસુખભાઈ હિંમતભાઈ સરવાણીયા મિસ્ત્રી (૩૯) રહે.ભગવતીપાર્ક સોસાયટી નાની વાવડીએ સામેવાળા રવિ જીતેન્દ્ર સોની, જીતેન્દ્રભાઈ સોની, કપિલ જીતેન્દ્રભાઈ સોની રહે.ત્રણેય ભગવતી પાર્ક નાની વાલડી, વિકી ઉર્ફે કાનો રમેશભાઈ સિંધવ રહે.સમજુબા સ્કૂલ પાસે અને એક અજાણ્યો માણસ એમ પાંચ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ફરિયાદી ધનસુખભાઈના ભાઈ પ્રેમ અને રવિ સોનીની વચ્ચે બોલાચાલી થઈ હતી.ત્યારે રવિ અને તેના પિતા જીતેન્દ્રભાઈ દ્વારા બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો અને આ બાબતનો રોષ રાખીને ઉપરોક્ત ઝઘડો કરીને લાકડાના બેટ વડે તેઓના ત્યાં આવીને તેઓને કપાળના ભાગે માર માર્યો હતો અને અન્ય સાહેદોને પણ મુઢ ઇજાઓ કરી મારામારી કરી હતી.જે અંગેની ફરિયાદ લઈને પીએસઆઇ પીઆરસોના દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

જ્યારે સામેના પક્ષેથી રવિ જીતેન્દ્રભાઇ પાલા સોની (૨૮) રહે.બજરંગ સોસાયટી નાની વાવડી તા.જી.મોરબી વાળાએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે પ્રેમ હિંમત મિસ્ત્રી, ધનસુખ હિંમત મિસ્ત્રી, વિનોદભાઈ કોળી, વિશાલ કોળી રહે.ચારેય નાની વાવડી અને જય પટેલ રહે.રવાપર વાળાઓની સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, પોતે અને સાહેદ વિકીભાઈ બંને બેઠા હતા ત્યારે ત્યાં બાજુમાં તેમનો અઢી વર્ષનો પુત્ર શિવમ શેરીમાં રમી રહ્યો હતો. ત્યારે સામેવાળાઓ પૈકીનો પ્રેમ મિસ્ત્રી કાર લઈને ત્યાં આવ્યો હતો અને કાર રિવર્સમાં લેતા તેની કાર ફરિયાદી રવિભાઈના બાઈક સાથે અથડાઈ હતી.જે બાબતે તેને ઠપકો દેવામાં આવતા ઝઘડો થયો હતો અને બાદમાં તેઓ જ્યારે ખોડીયાર ડેરીએથી દૂધ લઈને પરત ઘરે જતા હતા.ત્યારે સામેવાળાઓએ લાકડાના ધોકા વડે મારામારી કરી હતી.જેમાં તેઓને તથા સાહેદોને ઈજાઓ પહોંચી હતી.સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ પી.આર.સોનારા દ્વારા ઉપરોક્ત ફરિયાદ નોંધીને હાલ બંને તરફેથી આગળની તપાસ શરૂ કરી છે.

કાલિકા પ્લોટમાં કચરો નાખવા બાબતે મહિલાઓ વચ્ચે માથાકૂટ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન પ્રકાશભાઈ કંજારિયા નામના ૪૩ વર્ષીય મહિલાને ગઈકાલ તા.૨૦-૩ ના બપોરના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં કાલિકા પ્લોટ વિસ્તારમાં ઉકરડામાં કચરો નાખવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને બાદમાં ઝપાઝપી થતા ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.બાદમાં ચંદ્રિકાબેન કંજારિયા દ્વારા કાલિકા પ્લોટ વિસ્તારમાં જ રહેતા રાભુબેન સીદીકભાઈ મતવા નામના મહિલા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.રહેણાંક વિસ્તાર નજીક કચરો નાખવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને તેણીને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આગળની તપાસ તજવીજ ચલાવવામાં આવી રહી છે.






Latest News