મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

ટંકારાના ભૂત કોટડા સરકારી પ્રાથમિક શાળામાં તૈયાર થયુ સ્પેરો હાઈટ્સ


SHARE









ટંકારાના ભૂત કોટડા સરકારી પ્રાથમિક શાળામાં તૈયાર થયુ સ્પેરો હાઈટ્સ

૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ.કવિ-લેખક રમેશ પારેખે ચકલી વિશે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું છે કે, તારો વૈભવ રંગ મહેલને નોકર ચાકરનું ધાડું, મારે આંગણ ચકલી આવે તે જ મારું રજવાડું. તે સંદર્ભે ટંકારા તાલુકાના ભૂત કોટડા પ્રા.શાળામાં પાંચ માળનું અનોખું ચકલી હાઉસ બનાવવામાં આવ્યું છે. એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં ચીચી કરતી ચકલીઓ જોવા મળતી હતી. જોકે હવે તેના દર્શન દુર્લભ થઈ ગયા છે.ચકલીઓ જાતે માળો બનાવતી નથી કોઈ બખોલ કે ખુણામાં ઘાસના તણખલા વચ્ચે રહે છે.

આધુનિક સમયમાં ઘરમાં આ પ્રકારની જગ્યા ન રહેતા તેમજ ગ્રીનરી ઘટતા દાણા, પાણી ન મળતા ચકલીઓની સંખ્યા પર અસર થઈ છે.એવી ઘણી વસ્તુઓ છે જે બદલાતા સમયમા દુર્લભ બનતી જાય છે.જેમા નાનકડા પક્ષી ચકલીનો  સમાવેશ થાય છે.એ સમય બહુ દુર નથી કે જ્યારે આવનાર પેઢીને ચકલી અંગે માહિતી આપવી હશે તો પ્રાણી સંગ્રહાલય કે પક્ષીની તસ્વીરનો સહારો લેવો પડશે.આ પક્ષીના લુપ્ત થવા માટે બીજુ કોઇ નહી પણ આપણે પોતે જ જવાબદાર છીએ.જો હજી પણ જાગૂત નહી થઇએ તો બીજા પક્ષીઓની પણ આવી જ સ્થિતિ સર્જાય તો નવાઇ  નહીં ? ભારત દેશને પણ સોને કી ચીડિયાની ઉપમા આપવામાં આવી છે.

થોડા વર્ષો પહેલા જ ઘરમાં ચકલીની ચી ચી. સુમધુર સંગીત રેલાવતી હતી. પરંતુ કોન્ક્રીટના જંગલમાં શહેરોની સાથે હવે ગામડા પણ ચકલીઓ ધીરેધીરે ગૂમ થતી જાય છે.ત્યારે ટંકારા તાલુકાના ભૂત કોટડા પ્રા.શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સંચલાને વિચાર આવ્યો કે આધુનિક યુગમાં માણસો પણ ફ્લેટમાં રહેતા થઈ ગયા છે.તો આ ચકલીઓ પણ એક સાથે રહી શકે, તેમને પોતાના રહેણાંકમાં જ ચણવા માટે ચણ, પાણી, રમવા માટે હીંચકા બેસવા માટે ડાળી બધું એક જ જગ્યાએ મળી રહે તો ? તેમણે આ વિચાર  ટંકારાના વતની અને પક્ષીપ્રેમી જયેશભાઈ મનીપરાને વાત કરી.જયેશભાઈએ માત્ર બે જ દિવસમાં ગીતાબેનના વિચારોને સુસંગત થાય તેવું લાકડાનું સુંદર ઘર બનાવી આપ્યું છે જેને ગીતાબેને "સ્પેરો હાઇટ્સ" નામ આપ્યું છે આ શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર તેમજ સ્ટાફ મિત્રો અને બાળકો દ્વારા આ ઘરની સજાવટ અને રંગરોગાન કરવામાં આવ્યા હતા તેમજ ચકલી માટે ઘરમાં જ ચણવા માટે ચણ, પાણી, રમવા માટે હીંચકા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત બધા બાળકોને ચકલીના માળનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેથી આવનારી પેઢી માત્ર તસ્વીરમાં જ નહીં પણ ઘરમાં પણ ચકલીની ચીચી સાંભળી શકે.આ રીતે ઉજવણી કરીને એક દિવસ માટે ચકલીની જાળવણી કરવા કરતા જો આખુંયે વર્ષ આ નાના પક્ષીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવોને બચાવી શકાય તેવી ઉમદા ભાવના સૌએ વ્યક્ત કરી હતી.




Latest News