ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

અમદાવાદના લિસ્ટેડ બુટલેગર જીમીત પટેલનો મોરબીના લાલપર નજીક ગોડાઉનમાંથી ૧.૫૧ કરોડનો દારૂ એસએમસીની ટીમે પકડાયો


SHARE







અમદાવાદના લિસ્ટેડ બુટલેગર જીમીત પટેલનો મોરબીના લાલપર નજીક ગોડાઉનમાંથી ૧.૫૧ કરોડનો દારૂ એસએમસીની ટીમે પકડાયો

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં નશાકારક દ્રવ્યોનું વેચાણ ખુલ્લેઆમ થતું હોય તેવો ઘાટ અવારનવાર જોવા મળતો હોય છે દરમિયાન એસએમસીની ટીમ દ્વારા વધુ એક સફળ રેડ કરીને કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો મોરબીમાંથી પકડવામાં આવ્યો છે હાલમાં મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે સાન્વી ટ્રેડિંગ નામની ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા મોડી રાત્રીના સમયે રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ૩૨૧૦ પેટી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૧.૫૧ કરોડ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તેમજ બે ટ્રક, ત્રણ બોલેરો અને એક હોન્ડા સિટી કાર આમ કુલ ભરીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ ગોડાઉન સાત મહિનાથી અમદાવાદના લીસ્ટેડ બુટલેગર દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યાંથી દારૂનો ધંધો કરવામાં આવતો હતો તેવી માહિતી હાલમાં સામે આવી રહી છે અને આ ગોડાઉનમાંથી વાંકાનેર, હળવદ, થાન, ચોટીલા અને મોરબી વિસ્તારમાં દારૂની સપ્લાય થતી હતી ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે ૧૦૦ ટકા સવાલ ઊભા થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મોરબી જિલ્લામાં જાણે કે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તે રીતે અવારનવાર નશાકારક દ્રવ્યો સહિતની બાબતોમાં એસએમસીની ટીમ દ્વારા રેડ કરીને આરોપીઓને પકડવામાં આવતા હોય છે થોડા સમય પહેલાં મોરબી જિલ્લામાંથી પસાર થતા કચ્છ જામનગર હાઇવે રોડ ઉપર વીરપરડા ગામ પાસે હોટલ નજીક ડીઝલની ચોરી થતી હોવા અંગેની હકીકત આધારે પોલીસે એસએમસીની ટીમ ત્યારે એડ કરીને કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે એક પોલીસ કર્મચારી સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી અને જે તે સમયે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ એસએમસીની ટીમ દ્વારા વધુ એક સફળ રેડ મોરબી જિલ્લામાં કરવામાં આવી છે અને મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ લાલપર એસ્ટેટમાં સાન્વી  ટ્રેડિંગ નામના ગોડાઉનમાં એસએમસીની ટીમ દ્વારા મોડી રાત્રિના સમયે રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂનો જથ્થો તેમજ વાહનો મળીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો હાલમાં પોલીસ પાસેથી જાણવા મળી રહી છે

મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકા પોલીસની હદમાં આવતા લાલપર ગામ પાસે છેલ્લા ૭ મહિનાથી અમદાવાદના લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ દ્વારા ગોડાઉનને ભાડે રાખવામાં આવ્યું હતું અને આ ગોડાઉનની અંદર રાજસ્થાનના કુખ્યાત બુટલેગર ભરત મારવાડી સાથે સંપર્કમાં રહીને દારૂનો જથ્થો મંગાવવામાં આવતો હતો વધુમાં જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના બુટલેગર જીમીત પટેલ દ્વારા ભારત મારવાડી સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો અહીંયા કરવામાં આવતો હતો તેવી વિગતો સામે આવી રહી છે અને હાલમાં જ્યારે એસએમસી ની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ગોડાઉનમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૩૨૧૦ પેટીઓ મળી આવતા પોલીસે ૧.૫૧ કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે તે ઉપરાંત બે ટ્રક, ત્રણ બોલેરો ગાડી, એક હોન્ડા સિટી ગાડી વાહનને પણ ત્યાં સ્થળ ઉપરથી કબજે કરીને ત્યાં હાજર રહેલા શખ્સોની ધરપકડ કરેલ છે જો કે, હજુ પણ માલની ગણતરી સહિતની કામગીરી ચાલી રહી છે જેથી સાંજ સુધીમાં ફરિયાદ નોંધાઈ તેવી શક્યતા છે

વધુમાં સુત્રો પાસેથી જાણવા મળતી એક બે દિવસ કે એક બે અઠવાડિયાથી નહીં પરંતુ છેલ્લા સાત મહિનાથી આ ગોડાઉનને જીમિત પટેલ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવતો હતો તેમજ આ દારૂનો જથ્થાની સપ્લાય હળવદ, વાંકાનેર, થાન ચોટીલા અને મોરબી વિસ્તારમાં કરવામાં આવતી હતી તેવી માહિતીઓ પણ સામે આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા એલસીબીની ટીમ, મોરબી જિલ્લા એસઓજીની ટીમ તેમજ સ્થાનિક મોરબી તાલુકા પોલીસ ટીમ અને અન્ય જે વિસ્તારની અંદર આ દારૂનો જથ્થો સપ્લાય થતો હતો ત્યાંની સ્થાનિક પોલીસની ટીમ દ્વારા શું કામગીરી કરવામાં આવતી હતી તેના સામે પણ સવાલો ઉઠી રહ્યા છે મોરબી જિલ્લાની અંદર એક પછી એક સફળ રેડ એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં જે ચોતરફ નશાનો કારોબાર ચાલી રહ્યો છે તેની સામે સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરીને બેઠી હોય તે પ્રકારનો ઘાટ હાલમાં મોરબી જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે 

એસએમસીની દારૂની સૌથી મોટી રેડ મોરબીમાં

 આમ તો ગુજરાતની અંદર દારૂબંધી છે તેમ છતાં પણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર દારૂ મળે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા માટે કરવામાં આવતા પ્રયત્નો શા માટે સફળ થતાં નથી તે સૌથી મોટો સવાલ ઉભો થાય છે દરમિયાન જો વાત કરીએ મોરબી જિલ્લાની અંદર પડેલી દારૂની રેડ બાબતની તો એસએમસીની ટીમ દ્વારા અત્યાર સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર જે દારૂની રેડ કરવામાં આવી છે તેમાં એક જ જગ્યાએથી એક કરોડ જેટલો દારૂનો મુદામાલ પકડાયો હોય તેવો અગાઉ એકાદ કેસ થયેલ છે જોકે, એસએમસીના ઇતિહાસમાં સૌથી મોટી દારૂની રેડ મોરબી જિલ્લામાં કરવામાં આવી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કારણ કે, હાલમાં એસએમસીની ટીમ દ્વારા જે દારૂની રેડ કરવામાં આવી છે તેમાં સ્થળ ઉપરથી ૩૨૧૦ પેટી દારૂનો જથ્થો પકડાયો છે જેની કિંમત ૧.૫૧ કરોડ થાય છે એટલે કે દારૂ અને વાહનો સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ થાય છે ત્યારે એક જ જગ્યા ઉપર રેડ કરીને એક સાથે દારૂનો આવડો મોટો જથ્થો એસએમસીએ ગુજરાતમાં કોઈ જગ્યાએ પકડ્યો હોય તો તે જગ્યા મોરબી છે આમ મોરબીની અંદર અન્ય ગુનાહિત કૃતિઓની જેમ હવે નશાનો કારોબાર પણ મોટા પ્રમાણમાં થતો હોય તેવી વાતને નકારી શકાય તેમ નથી






Latest News