ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ
Breaking news
Morbi Today

મોરબી : આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે વિવિધ માધ્યમોએ કરેલા પ્રસારણની સીડી રજૂ કરવી પડશે


SHARE







મોરબી : આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે વિવિધ માધ્યમોએ કરેલા પ્રસારણની સીડી રજૂ કરવી પડશે

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાત રાજ્યમાં તા.૭/૫/૨૪ ના રોજ મતદાન થનાર છે. પ્રવર્તમાન ચૂંટણી દરમિયાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ટેકેદારો તરફથી ઈલેકટ્રોનીક મીડીયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલ રૂમથી તથા ટીવી ચેનલના રાજ્ય, આંતર રાજ્ય કે આંતર રાષ્ટ્રીય તેમજ AM અને FM રેડીયો નેટવર્ક, સિનેમાગૃહોનો પ્રચાર માટે ઉપયોગ કરવાથી આદર્શ આચાર સંહિતા કે જાહેરનામાનો ભંગ ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, AM તથા FM રેડીયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે દ્વારા ઈલેકટ્રોનીક પ્રસાર માધ્યમ તરીકે તેઓ તરફથી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પુરી થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના ૬ કલાકથી બીજા દિવસના સવારના ૬ કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના ૧૦:૩૦ કલાક સુધીમાં જિલ્લા કક્ષાની મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રી, મોરબીની કચેરી, રૂમ નં. ૨૨૫-૨૨૮, જિલ્લા સેવા સદન ખાતે રૂબરૂ પહોંચાડી, સી.ડી. પહોંચાડયા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવાની રહેશે. જરૂરિયાતના પ્રસંગે ર૪ કલાક પુરા થતાં પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સી.ડી. માંગવામાં આવે તો રજુ કરવાની રહેશે.આ જાહેરનામુ તા.૧૫/૫/૨૪ સુધી અમલમાં રહેશે






Latest News