મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી ન માંગે તો તેનું સ્ટેજ ઉપર બોલવાનું બંધ કારવીશું: મનોજ પનારા


SHARE











કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી ન માંગે તો તેનું સ્ટેજ ઉપર બોલવાનું બંધ કારવીશું: મનોજ પનારા

કાજલ હિન્દુસ્તાની એ સુરતમાં અગાઉ યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની દીકરીઓ વિશે હલકી કક્ષાની વાત સ્ટેજ ઉપરથી કરી હતી જે બનાવ મોરબીમાં બનેલ નથી તેવા આક્ષેપ સાથે મનોજ પનારા દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે કાજલ હિન્દુસ્તાની સામે લેખિત અરજી ફરિયાદ આપવામાં આવી છે જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વર્તમાન સમયમાં જુદી જુદી જગ્યાએ યોજાતા કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા પોતાના ભાષણમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદના મુદ્દાને લઈને વાત કરવામાં આવતી હોય છે તેવી જ રીતે થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાનીને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમણે સ્ટેજ ઉપરથી જે ભાષણ આપ્યું છે તેમાં મોરબીમાં જે ઘટના બની નથી તેવી વાત તેમના દ્વારા સ્ટેજ ઉપરથી કરવામાં આવી છે અને મોરબીની દીકરીઓની બદનામી થાય તેવી હલકી કક્ષાની ટિપ્પણી કાજલ હિંદુસ્તાની દ્વારા કરવામાં આવી હોવાથી મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાન અને પાસના અગ્રણી તેમજ વર્તમાન સમયમાં કોંગ્રેસના પ્રદેશના આગેવાન મનોજભાઈ પનારા દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે કાજલ હિન્દુસ્તાની સામે લેખિત અરજી ફરિયાદ આપવામાં આવેલ છે જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને કાજલ હિંદુસ્તાની પાટીદાર સમાજની જાહેરમાં માફી માંગે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે જો પાટીદાર સમાજની માફી કાજલ હિન્દુસ્તાની દ્વારા માંગવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેને સ્ટેજ ઉપર બોલવામાં પ્રતિબંધ મુકાય તે માટે થઈને હાઇકોર્ટ સુધીના દ્વાર ખખડાવશે તેવી વાત મનોજ પનારાએ કરેલ છે






Latest News