મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કૌટુંબિક ભાઈની છરીના ઘા ઝીકિને હત્યા કરનારા ભાઈની પોલીસે કરી ધરપકડ​​​​​​​ 


SHARE







મોરબીમાં કૌટુંબિક ભાઈની છરીના ઘા ઝીકિને હત્યા કરનારા ભાઈની પોલીસે કરી ધરપકડ 

મોરબીના લીલાપર રોડ ઉપર ગુરુવારે મોડીરાત્રિના ધરાર પ્રેમીએ તેના કૌટુંબિક ભાઈની પત્ની બાબતે તેના ઘરે જઈને ઝઘડો કર્યો હતો અને "મને તારી પત્ની મને ગમે છે તું તારી પત્નીને મૂકી દે.." તેમ કહ્યું હતું અને ત્યાર બાદ મહિલાના પતિ અને તેના કૌટુંબિક ભાઈની વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ધરાર પ્રેમીએ તેના જ કૌટુંબિક ભાઈને છરી ઝીંકી દીધી હતી જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા યુવાનનું મોત નિપજયુ હતું અને બનાવ હત્યામાં પલટયો હતો આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા લીલાપર રોડ ઉપર સ્મશાનની બાજુમાં રહેતા ઇમરાનશા ઉમરશા શાહમદાર જાતે ફકીર (૨૫) નામના યુવાનની ગુરુવારે મોડીરાત્રીના છરીના ઘા મારીને તેના જ કૌટુંબિક ભાઈ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે અંગે લીલાપર રોડ ઉપર જ રહેતા મૃતકના મોટાભાઈ જાવિદશા ઉમરશા શાનદાર જાતે ફકીરે (૩૨) એ મોરબીના મકરાણીવાસમાં રહેતા સરફરાજ ફિરોજશા શાહમદાર નામના તેના જ કૌટુંબિક ભાઈની સામે ફરિયાદ નોંધાવી છે તેના આધારે હાલમાં પોલીસે આરોપી સરફરાજ ફિરોજશા શાહમદારની ધરપકડ કરેલ છે તેવું ડીવાયએસઇ રાધિકા ભારાઈએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું

આ બનાવમાં મૃતકના ભાઈએ જે ફરિયાદ કરેલ હતી તેમાં જણાવ્યા મુજબ આરોપી સરફરાજ ફિરોજશા શાહમદાર મૃતક તેનો કૌટુંબિક ભાઇ છે અને મૃતક ઇમરાનશા ઉમરશા શાહમદારના પત્ની સાહિદાબેન તેને પસંદ હોય "તારી પત્ની મને પસંદ છે તું એને છોડી દે" તેમ કહીને મૃતક ઈમરાનશા સાથે ઝઘડો કર્યો હતો અને ઝઘડા દરમિયાન ઇમરાનશા ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો અને ઇમરાનશા ઉમરશા શાહમદારને છરીનો જીવલેણ ઘા ઝીકિ દીધો હતો અને તેનું મોત નીપજયું હતું અત્રે ઉલેખનીય છે કે, મૃતક ઇમરાનના સાહિદાબેન સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેઓને કોઈ સંતાન ન હતું

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક ઇમરાનશા શાહમદાર અને હત્યારા સરફરાઝના પિતા માસીયાઇ ભાઈ છે જેથી આરોપી વારંવાર મૃતક ઇમરાનશાના ઘરે આવતો જતો હતો અને દરમિયાનમાં મૃતકના પત્ની સાહિદાબેન તેને ગમી ગયા હોય અને તે બાબતને લઈને તેને પોતાના જ કૌટુંબિક ભાઈ ઉપર છરી વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી છે જેથી કરીને કૌટુંબિક ભાઈની હત્યા કરનારા યુવાનની હાલમાં પોલીસે ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે મોરબી એ ડિવિઝન પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News