મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામે ઘરમાંથી દારૂની ૮૧૮ બોટલ સાથે એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીના જુના નાગડાવાસ ગામે ઘરમાંથી દારૂની ૮૧૮ બોટલ સાથે એક આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં તથા બાજુમાં બંધ પડેલ મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઇગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસની ટીમે પકડી પાડેલ છે અને હાલમાં નાની મોટી કુલ મળીને દારૂની ૮૧૮ બોટલ જેની કિંમત ૩,૦૭,૦૯૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તલુકા પીઆઇ કે.એ.વાળા પીએસઆઇ બી.એમ.બગડા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા કેતનભાઇ અજાણાે સંયુકત રાહે મળેલ બાતમી આધારે મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે દેવાયતભાઇ ઉર્ફે ભાનુભાઇ મુળુભાઇ ઉર્ફે બચુભાઇ ખાંભરા/આહિર ના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે મકાનમાં તથા તેઓના મકાનની બાજુમાં આવેલ બંધ મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ હતો જેથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની નાની-મોટી ઇંગ્લીશ દારૂની ફૂલ ૮૧૮ બોટલ કિંમત ૩,૦૭,૦૯૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી દેવાયતભાઇ ઉર્ફે ભાનુભાઇ મુળુભાઇ ઉર્ફે બચુભાઇ ખાંભરા જાતે આહિર રહે. જુના નાગડાવાસ, તા.જી.મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે






Latest News