મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામેથી વાળ કાપવાનું કહીને નીકળેલ યુવાન ગુમ


SHARE







વાંકાનેરના માટેલ ગામેથી વાળ કાપવાનું કહીને નીકળેલ યુવાન ગુમ

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતો યુવાન ઘરેથી વાળ કાપવાનું કહીને નીકળ્યા બાદ આજ દિવસ સુધી પરત આવેલ નથી જેથી કરીને ગુમ થયેલા યુવાનના ભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલા યુવાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા અને ફોટોગ્રાફીનું કામ કરતા મહેશભાઈ ટીડાભાઇ ધેણોજા જાતે કોળી (૨૮)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેનો નાનો ભાઈ સંજયભાઈ ટીડાભાઇ ધેણોજા જાતે કોળી (૨૪) રહે. માટેલ વાળો ગુમ થયો હોવા અંગેની ગુમસુધા ફરિયાદ આપી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ગત તા. ૬/૩ ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં તેનો ભાઈ ઘરેથી વાળ કપાવવા જવાનું કહીને નીકળ્યો હતો ત્યારબાદ આજ દિવસ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી જેથી તે યુવાન ગુમ થયો હોવા અંગેની ગુમસુધા ફરિયાદ તેના મોટાભાઈ આપેલ છે જેના આધારે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની વધુ તપાસ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે

વૃદ્ધા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના અંજીસર ગામે રહેતા રહેમતબેન સીદીકભાઇ (૭૮) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને માળીયાથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઈકમાંથી તેઓ નીચે પડી ગયા હતા. જેથી તેઓને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબી નજીકના રવાપર નદી ગામે યુવરાજભાઈ ની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો દીપકભાઈ મનોહરભાઈ વાસક્લે (૩૫) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર અજાણી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.એસ. ડાંગર દ્વારા કરવામાં આવી હતી






Latest News